November 20, 2024

નેત્રંગના મુખ્ય રોડ રસ્તાઓ પર રહીશો દ્રારા બેફામપણે પાણી ધોળવામાં આવતા સરપંચે નોટિસ ફટકારી નળ કનેક્શન કાપવાની ચિમકી,

Share to




નેત્રંગ નગર ના મુખ્ય રોડ રસ્તાઓ પર રહીશો દ્રારા રોજેરોજ પાણી ધોળવામા આવતુ હોવાથી વાહનચાલકોથી લઇ ને રાહદારીઓ હેરાનપરેશાન થઇ તોબાપોકરી ઉઠયા છે. ત્યારે પંચાયત સરપંચ થકી પાણી ધોળતા રહીશોને લેખિત મા નોટિસ ફટકારી દિન સાતમા પાણી ધોળવાનુ બંધ કરવામા નહિ આવેતો નળ કનેક્શન કાપશે નુ જણાવતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
        નેત્રંગ નગર ના જવાહરબજાર થી લઇ ને ગાંધીબજાર જલારામ મંદિર સુધી તેમજ ગાંધીબજાર થી જીનબજાર વિસ્તાર મા આવેલ મુખ્ય રોડ રસ્તાઓ પર કેટલાક રહીશો થકી ધર વપરાશ ના પાણી નો નિકાલ રોડ રસ્તાઓ પર કરવામા આવતો હોવાથી તેમજ પંચાયત વારીગુહ માંથી રોજીદુ આપવામા આવતા પીવાના પાણી ના પુરવઠા ના સમય ગાળા દરમિયાન કપડા ધોવા. ગાડીઓ ધોવી  જેવી હરકતો ને લઇ ને પાણી રોડ રસ્તાઓ પરજ નિકલ થતુ હોવાથી મોટા મોટા ખાડાઓ ખબોચીયો ને લઇ પાણી ભરાઇ રહેતુ હોવાથી કેટલાક વિસતારોમા કાયમી ચોમાસ જેવો માહોલ રહેતો હોવાથી વાહનચાલકોથી લઇ રાહદારીઓ પણ હેરાનપરેશાન થઇ ને તોબાપોકારી ઉઠયા છે. ગંદા પાણી નો નિકાલ થતો હોવાથી મચ્છરો નો પણ અસહ્ય ઉપદ્રવ વધી જતા નગર મા રોગચાળો ફાટી નિકળવાની સંભાવનાને લઇ ને નેત્રંગ ગ્રામપંચાયત ના સરપંચ હરેન્દસિહ દેશમુખ થકી પાણી નો બેફામ નિકાલ કરતા રહીશો ને રોડ રસ્તાઓ પર પાણી કાઢવા બાબતે નોટિસ ફટકારી બંધ કરવાની તાકીદ કરી છે. આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ નુ પણ દયાન દોરવામા આવ્યુ છે. દિન સાતમા રોડ રસ્તાઓ પર પાણી કાઢવાનુ બંધ નહિ કરવામા આવે તો નળ કનેક્શન કોઇપણ જાતની જાણ કયાઁ વગર કાપી નાખવામા આવશે.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed