November 21, 2024

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી પહેલ

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ગણેશ ઉત્સવની સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવે છે.

ઝઘડિયા પંથકમાં ગણેશ ઉત્સવનો માહોલ બરાબર જામ્યો છે. તાલુકાભરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની પૂજા અર્ચના ખુબ ઉત્સાહિત ભરી રીતે અને કંઈક નવું કરવાની ભાવના સાથે ઉજવાઈ રહી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના કાર્યરત ત્રણ ગણપતિ મંડળના સંચાલકો દ્વારા કંઈક નવું કરવાની ભાવના સાથે નવીન અભિગમ અપનાવ્યો છે. રાણીપુરા ગામના ત્રણે મંડળો દ્વારા ગણેશ ઉત્સવના પહેલા દિવસથી સવાર સાંજ આરતી થાય છે તે આરતી બાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ પહેલને ગામના યુવાનો વડીલો મહિલાઓ માતાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી લીધું છે અને નિત્ય સવાર સાંજ રાષ્ટ્રગાન કરવામાં આવે છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવની ઉજવણીની લગભગ શરૂઆત આઝાદીના આંદોલન સમય થઈ હતી. આઝાદીના આંદોલન ના સમાચારો અને આંદોલન કાર્યો દ્વારા નવીન નીતિઓ પ્રજા સુધી પહોંચે તેવા આશયથી લોકો એકત્ર થાય અને આંદોલનની ચર્ચા સાથે સાથે ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સિંચન થાય તેવી હતી, જેથી ગણપતિ ઉત્સવ જે સીધો ભારત રાષ્ટ્ર સાથે જોડાયેલો છે જેથી ગણપતિ ઉત્સવ દરમિયાન રાષ્ટ્રગીતનું ગાન થાય એ ખૂબ સારી બાબત કહેવાય તેમ જણાવ્યું હતું.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed