November 22, 2024

ઝઘડિયા તાલુકાનાં બલેશ્વર ગામના ખુલ્લા મેદાનમાંથી સેવએનિમલ ટીમ દ્વારા મહાકાય અજગરને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Share to



ઝઘડિયા તાલુકો જંગલ વિસ્તારમાં જગલી પ્રાણીઓનો વસવાટ જોવા મળી રહ્યો છે દીપડા સહિતના પ્રાણીઓ નજરે પડી રહ્યા છે ત્યારે બલેશ્વર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં મહાકાય અજગર દેખાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આ અંગે ગ્રામજનોએ સેવ એનિમલ ટીમ જીવદયા પ્રેમી કમલેશ વસાવાને જાણ કરતા જીવદયા પ્રેમી તેઓની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જેહમતબાદ અજગરને પકડી પાડ્યો હતો અજગરને પકડી પડતા જ ગ્રામજનો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા જીવદયા પ્રેમીઓ મહાકાય અજગરને ઝઘડિયા વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો જે બાદ વન વિભાગ દ્વારા તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.


*દુરદર્શી ન્યૂઝ વિજય વસાવા*


Share to