November 21, 2024

ભક્ત પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૬ ટીમો ભાગ લીધોઅમેરીકામાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેલ્વીકુવાની ટીમનો વિજયગ્રામજનોમાં આનંદ

Share to



તા.૦૫-૦૯-૨૦૨૨ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના મુુળ વતની સતીષભાઇ ભક્ત વષૉથી વ્યવસાય અથઁ અમેરીકા સ્થાયી થયા છે.પોતાના વ્યવસાય સાથે શૌક્ષનિક અને રમતગમત ક્ષેત્રે રસ ધરાવતા સતીષભાઇ ભક્ત અને રવી ભક્તએ અમેરીકાના હ્યુસ્ટન રાજ્યના ટેક્સાસ શહેરમાં ભક્ત પ્રિમીયર લીગ ક્રિકેટ ૨૦-૨૦ ટુર્નામેન્ટમાં ૬ ટીમો ભાગ લીધો હતો.

જેમાં સતીષભાઇ ભક્તની પીઅર લેન્ડ ફાઇબર અને દલાસ રિબલ્સ ક્રિકેટ ટીમો વચ્ચે દિલધડક ફાઇનલ મેચ રમાઈ હતી.પીઅર લેન્ડ ફાઇબર ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૧૪૨-૮ સ્કોર કયૉ હતો.જેની સામે દલાસ રિબલ્સ ટીમે ૧૧૪-૮ નો સ્કોર કરતાં પીઅર લેન્ડ ફાઇબર ટીમનો ૨૮ રને વિજય થતાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.અમેરીકાથી સતીષભાઇ ભક્તે ટેલીફોન સંવાદમાં જણાવ્યું હતું કે,પીઅર લેન્ડ ફાઇબર ટીમનો વિજય ઐતિહાસિક છે.માદરે વતન કેલ્વીકુવામાં બાળપણમાં ક્રિકેટ રમી હતી.ત્યારબાદ વ્યવસાયિક ક્ષેત્ર વ્યસ્તતાના કારણે ક્રિકેટ રમવું શક્ય નહતું.પરંતુ આજેપણ ક્રિકેટની રમત પ્રત્યે મારામાં અનોખો ઉત્સાહ રહેલો છે.પીઅર લેન્ડ ફાઇબર ટીમના દરેક ખેલાડીને અભિનંદન પાઠવું છું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed