November 21, 2024
Share to

રિપોર્ટર / સતીશ વસાવા

પોલીસ તંત્ર દ્વારા બાળકો ને કાયદા અને હથિયારો વિશે માહિતી પુરી પાડવાનો ઉમદા પ્રયાસ

આજ રોજ ભરૂચ જિલ્લા નાં ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ઉમલ્લા કન્યાશાળા તેમજ તેજપોર ગામ ની કન્યા શાળા અને કુમાર શાળાનાં વિધાથીઓ અને શિક્ષકો એ ઉમલ્લા પોલીસ મથક મુલાકાત લીધી હતી અને પોલીસ અને વિધાથીઓ કાયદા વિષે જાણે સમજે તે માટે માહિતી આપવામાં આવી હતી..

પોલીસની ફરજ,કામગીરી, હથિયાર, ટ્રાફીક ના નિયમો,વહીવટી અને કાયદો વ્યવસ્થા અંગેના કાર્ય થી માહિતગાર કરાયા હતા અને બાળકો ના મનમાંથી પોલીસ પ્રત્યે નો જે ભય છે તેને દૂર કરવાનાં અભિગમ સાથે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો..

ઉમલ્લા પી એસ આઈ ટાપરીયા તેમજ તેઓ નાં સ્ટાફ દ્વારા અકસ્માત કે અન્ય અનિચ્છનીય ઘટના બને તો પોલીસ ને કેવી રીતે માહિતગાર કરવામાં આવે તે પણ સ્કૂલનાં બાળકો ને સમજ સાથે વાખેફ કરવામાં આવ્યા હતા

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed