November 21, 2024

હડતાલ ઉપર ઉતરેલા બ્રિટાનિયા કંપની નાં કામદારો દ્વારા ઝગડીયા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું..છેલ્લા ચાર દિવસ થી વિવિધ માંગણી ને લઈ કામદારો છે હડતાલ ઉપર..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ કલેકટરને સંબોધીને લખેલું આવેદન ઝઘડિયા મામલતદારને આપી યુનિયન તથા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ફૂડ નું ઉત્પાદન કરે છે. આજરોજ કંપનીના કાયમી કામદારો આક્ષેપ કર્યો છે કે કંપની તથા કામદારોનું યુનિયન ખોટી રીતે અન્ય કામદારોને ધમકી આપે છે જેથી ૩૦૦ થી વધુ કામદારો દ્વારા જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવવામાં આવ્યું હતું. કામદારોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો બ્રિટાનિયા કંપનીના કાયમી કામદારો લાંબા સમયથી અથાગ મહેનત કરી કંપનીના પ્રોડક્શનમાં પ્રાણપુરી કામ કરીએ છીએ, કંપનીના પ્રબંધકો કામદારો ઉપર જોર જુ્લમ પ્રકારનું ઓરર્માયું કાર્ય કરી કાયમી થયેલા કામદારોને કોઈના કોઈ બહાના હેઠળ છુટા કરી નવા કોન્ટ્રાક્ટના ગુજરાત બહારના કામદારોને વધુ વેતન વાળા કામે લગાડે છે,

બ્રિટાનિયા પ્લાન્ટને બંધ કરવાના બંધ ઇરાદાથી નવું યુનિયન રચી મેનેજમેન્ટ સાથે સાંઠગાંઠ રચી પૂર્ણ સમયના કાયમી રોજગારોને આર્થિક ઠેસ પહોંચાડી યુનિયનના બની બેઠેલા લીડરો ગેરકાયદેસર કરારો કરી બેફામ આર્થિક નીતિ અપનાવી કામદારોની રોજીરોટી છીનવી લેવાની તરકીબ અપનાવી રહેલા છે. યુનિયન બનાવનાર કંપનીના જ કર્મચારીઓ છે, યુનિયન અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોને ખોટી ધમકીઓ તથા કામમાંથી ગમે તે પ્રકારે બળતરફ કરવાની વારંવાર ધમકીઓ આપવામાં આવે છે, અને ચાલુ નોકરીએ હેરાન પરેશાન કરે છે. આવેદનપત્ર આપવાનો હેતુ કંપનીના યુનિયનના બનેલા કારોબારી સભ્યો, જનરલ સેક્રેટરી, પ્રમુખ, બ્રિટાનિયા કંપની લિમિટેડના મેનેજમેન્ટ સાથે આંતરિક કરારો કરી કામદારોને આર્થિક રીતે નુકસાન પહોંચાડેલ છે. કંપની યુનિયન સાથે મળી સ્ટેન્ડિંગ ઓર્ડરનો ખોટો દુરુપયોગ કરી એકના એક બહાના ઉભા કરી અનેક તર્કવિતર્કો ઉભા કરે છે જે સ્ટેન્ડિંગ ઓર્ડરો કામદારો છૂટા કરેલા નું કારણ સુસંગત થતું નથી અને બનાવટી ભરેલ માલુમ પડે છે, યુનિયનના કહેવાથી કામદારોનું શોષણ કરવામાં આવતું હોય છે, યુનિયનને મોટી કમાણી કરી આપેલી છે, હાલમાં કોઈપણ જાતની વ્યવસ્થાનો તથા કાયદાનો ભંગ ના થાય તે માટે હાલ કામ સ્થગિત કરેલ છે. છૂટા કરેલા કર્મચારીઓને પાછા કામે લેવા આવેદનપત્ર તેઓએ પાઠવ્યું હતું અને બ્રિટાનિયા કંપનીના તથા યુનિયનને જે આંતરિક કરાર કરેલ છે તે રતબાદલ કરવા રજૂઆત કરવામાં આવી હતી. યુનિયન સામે કાયદેસર કાર્યવાહી કરી ઠરાવ કરી કોઈ સભાસદ મીટીંગ બોલાવેલ નથી અને મનસ્વી કાર્ય કરી રહેલ છે જેની સામે કાયદેસરની કાર્યવાહી થવા રજૂઆત કરવામાં આવી હતી.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed