પ્રાથમિક શાળા જરગામ તા ડેડીયાપાડા જિ. નર્મદાની શાળામાં દાતાઓ દ્વારા દફતર વિતરણ તેમજ તીથી ભોજન રાખવામાં આવ્યુ હતું. તા 27/08/2022 ને શનિવારનાં રોજ પ્રા. શાળામાં અભ્યાસ તમામ વિદ્યાર્થીઓને FF98 સેન્ટ ઝેવિયર્સ ગૃપ કલોલ જિ. ગાંધીનગરનાં દાતાઓ તરફથી સ્કૂલબેગ, કંપાસ બોક્ષ, તેમજ તીથી ભોજન કરાવવામાં આવ્યુ. સાથે સાથે કેવડી ગૃપના 40 જેટલા તમામ શિક્ષકોને પણ તીથી ભોજન કરાવવામાં આવ્યુ. દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રાય ફ્રૂટ પણ આપવામાં આવ્યુ. પ્રા શાળા જરગામનાં કુલ 158 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલબેગ કંપાસ, ભોજનનો લાભ દાતાઓનાં હસ્તે પ્રાપ્ત થયા હતા. શાળાનાં આચાર્ય મુકેશભાઈ વસાવા તેમજ શાળા પરિવાર દ્વારા દાતાઓનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના,સ્વાગત ગીત વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ.
દિનેશ વસાવા
દૂરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.