November 19, 2024

નેત્રંગના અકસ્માત ઝોન વિસ્તારમાં લુપીનના કંપનીના સહયોગથી પોલીસે ૧૪ સાઇન બોડઁ લગાવ્યા.

Share to


તા.૧૫-૭-૨૦૨૧ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકો ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપે કોઇપણ ગુનાહિત પ્રવૃતિઓને આસાનીથી અંજામ આપવા માટે એપીસેન્ટર ગણવામાં આવે છે.જેમાં મારામારી,હત્યા,દારૂની હેરફેરી અને વધતા જીવલેણ અકસ્માતની ઘટનાનો સમાવેશ થાય છે.નેત્રંગ તાલુકાની સીમમાંથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી બસ,ટ્રક,રીક્ષા,દ્રિચક્રી અને નાના-મોટા માલધારી વાહોનોની રાત-દિવસ અવરજવર રહેતી હોય છે.વાહનચાલકોની મામુલી ગફલતથી અવરનવર ગમખ્વાર અકસ્માતની ઘટના સજૉતી હોય છે.નિદૉષ રાહદારીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.તેવા સંજોગોમાં નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને અંકલેશ્વરની લુપીન કંપનીના સહયોગથી નેત્રંગ તાલુકા ફુલવાડી,વાંદરવેલી,કાંટીપાડા,કેલ્વીકુવા,
ચાસવડ,ચિકલોટા,ઘાણીખુંટ,ઝરણાવાડી,
કેલ્વીકુવા,ટીમરોલીયા,રમણપુરા,નેત્રંગ આગાખાન ઓફિસ અને નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં અકસ્માત સંભવિત વિસ્તારમાં વાહન સાવચેતીથી હંકારો જેવા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે.વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું સંપુર્ણ પાલન કરે,અને વાહન સલામતીથી હંકારે તેવી અપીલ નેત્રંગ પોલીસ અને અંકલેશ્વરની લુપીન કંપની ધ્યારા કરવામાં આવી રહી છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed