* નેત્રંગમાં પ્રા.શાળાના બાળકોને શેરી શિક્ષણના અભિગમને લઈને વિધાથીૅઓને શિક્ષણ આપતા શિક્ષકો.
તા.૧૫-૭-૨૦૨૧ નેત્રંગ.
ભરૂચ જીલ્લાના પછાત વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર બજાર વિસ્તારમાં આવેલ મુખ્ય કુમાર,કન્યા શાળાના ૧૬ શિક્ષકો ગરીબ આદિવાસી અને સામાન્ય વગઁના બાળકો પાસે મોબાઈલ, ટી.વી.ની સુવિધાઓ ઉપલબ્ધ નથી.તેવા તમામ બાળકોને શેરી શિક્ષણ આપતા વાલીઓ બાળકોમાં આનંદ જોવા મળી રહયો છે.તો બીજી તરફ નેત્રંગ તાલુકામાં આવેલ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નેટવર્કના ધાંધિયા હોવાથી ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત થશું હશે કે કેમ તે એક સવાલ છે.
કોરોના મહામારીમાં છેલ્લા એક વષઁ ઉપરાંતથી શાળા કોલેજો બંધ પડી છે.રાજય સરકાર દ્વારા ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કયુઁ હતું.જે શહેરી વિસ્તારોમાં આ શિક્ષણ કાયઁ સફળ રહયું હતું.ઓન લાઇન શિક્ષણ મેળવા માટે સારી કંપનીનો મોબાઈલ અને ટીવી બાળકના ધરે ખાસ હોવું જરૂરી છે.તો બાળક ઓન લાઇન શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.ઓનલાઈન શિક્ષણ પછાત વિસ્તારોમાં બાળકોને આપવુ લોઢાના ચણા ચાવવા બરાબર છે.કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસી અને સામાન્ય વગઁના મજુરીયાત વગઁ હોવાના કારણે બે ટકના રોટલા કુટુંબ માટે કાઢવા મુશ્કેલ પડી જાય છે.ગ્રામ્ય વિસ્તારના ગરીબ મા-બાપ પણ પોતાનુ સંતાન સારી અને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ અપાવવા માંગતા હોય છે.પણ આથિઁક પાસા બરાબર નહિ હોવાના કારણે તે શિક્ષણ અપાવી શકતા નથી.તેનોઅફસોસ માતા પિતાને રહે છે.
પરંતુ કોરોના મહામારીમાં ખાનગી શાળાઓ બાળકોના વાલીઓ પાસે ફી નો આગ્રહ રાખીને ફી જ વસુલીનું કામ કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો અને પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહયાનો અફસોસ જણાઇ રહ્યો છે.તેની બીજી બાજુ વઁષોથી શિક્ષણની બાબતમાં બદનામ થયેલ રાજય સરકારનું શિક્ષણ વિભાગમાં ધરમૂળથી પરિવર્તન લાવવામાં આવતા આજે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સરકારી શાળામાં શિક્ષણનું સ્તર ઉંચુ આવેલ જોવા મળી રહયું છે.
જેના ભાગરૂપે પ્રાથમિક શાળાના શિક્ષકો જેમા ખાસ કરીને પછાત ગ્રામ્ય વિસ્તારોમાં શેરી શિક્ષણ દ્રારા બાળકો ને ભણાવી રહયા છે.નેત્રંગમાં અનેક કંપનીઓના મોબાઈલ ટાવરો આવેલ હોવા છતા કોઇપણ કંપનીનું નેટવર્ક બરાબર મળતુ નથી.ત્યારે ઓનલાઇન શિક્ષણ આપવું મુશ્કેલી ભયુઁ હોય છે.બીજી તરફ ગરીબ બાળકો પાસે મોબાઈલ ટીવીની સુવિધા ન હોઇ તેવા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે નેત્રંગની મુખ્ય કુમાર કન્યા શાળાના ૧૬ શિક્ષકો રોજે રોજ શેરી શિક્ષણ બે કલાક માટે બાળકોને આપી રહયા છે.જેને ગરીબ આદિવાસી અને સામાન્ય વગઁના વાલીઓમાં આનંદ જોવા મળી રહયો છે.બાળકો પણ નિયમિત રીતે શેરી શિક્ષણ મેળવી રહયા છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.