November 21, 2024

રાજપારડી મધુમતી ખાડીમાં મગર દેખાદેતા વન વિભાગ દ્વારા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા..

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના રાજપારડી મધુમતી ખાડીના કિનારે છેલ્લા ઘણા દિવસોથી મગરો નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.મધુમતી ખાડી માં મગરોનો વસવાટ મોટા પ્રમાણમાં હોવાથી વન વિભાગ દ્વારા આજ રોજ જાહેર ચેતવણી નું સાઈન બોર્ડ લગાવી સાવચેત કરવામાં આવ્યા હતા અને મધુમતી નદી પસાર થાય છે ત્યાં રેહણાક વિસ્તારો પણ આવેલા છે ત્યાંના સ્થાનિકોને અવાર નવાર મગરો દેખાતા હોય છે.

ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે એ જરૂરી બન્યું છે. ઝઘડીયા વન વિભાગ ના રાજપારડી ના રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઈ વસાવા અને તેમના સ્ટાફ દ્વારા મધુમતી ખાડીના કિનારે મગરોની હાજરી ધરાવતી હોય રાજપારડી ખાડીના પુલ પાસે સાઈન બોર્ડ લગાવી લોકોને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે.મધુમતી નદીમાં મગરોની વસ્તી વધારે હોય માટે પાણી માં સ્નાન કરવા જતાં કપડા વાસણ ધોવા જતા લોકોને સાવધાની પૂર્વક રહેવા જાગૃત કરવા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે..

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed