September 7, 2024

ઝઘડીયાની જીઆઇડીસીની પેપ્સી કંપનીમાં દીપડાની લટાર, સીસી ટીવીમાં કેદ થયો…

Share to

ઝઘડિયા તાલુકામાં વન્ય પ્રાણી દિપડાની વસ્તીમાં મોટા પ્રમાણમાં વધારો

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દિપડાએ પશુઓ પર હુમલા કર્યા હોવાની ઘટનાઓ તેમજ દીપડાએ દેખા દીધી હોવાની બનાવો ખૂબ વધારો થઈ રહ્યો છે, તાલુકામાં શેરડીના કટીંગ થયા બાદ દીપડાઓનો વસવાટ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં વધી ગયો હોવાથી વારંવાર જીઆઇડીસીમાં દીપડાઓ નજરે પડે છે , જેથી ઝઘડિયા જીઆઈડીસીમાં કામ અર્થે આવતાં કામદારોમાં ભયભિત બન્યા છે..

ઝઘડીયા જીઆઇડીસી સ્થિત પેપ્સી કંપનીમાં રાત્રી દરમીયાન દીપડાની લટાર સીસી ટીવીમાં કેમેરામાં કેદ થવા પામી છે,રાત્રિ દરમિયાન કંપની ની વોલ પાસે લટાર મારતો દીપડો નજરે પડ્યો હતો આ દ્રશ્યો કંપની દ્વારા લગાવેલા સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા, ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં વારંવાર દીપડો જાહેરમાં દેખા દીધી હોવાના બનાવો બનતા હોય છે,ઝઘડિયા જીઆઇડીસીમાં દૂર દૂરથી હજારો કામદારો નોકરી રોજગાર અર્થે આવતા હોય છે, રાત્રિ દરમ્યાન જીઆઇડીસીમાં નોકરી પર આવતા કામદારો વારંવાર દીપડાની લટાર માર્યા હોવાની બનતી ઘટનાઓથી ભયભીત બન્યા છે.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed