September 7, 2024

ઝઘડિયાના ભાલોદના સંદિપ વસાવા પોતાના સમર્થકો સાથે બીટીપી માં જોડાયા

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના માજી સરપંચ અને ગત તાલુકા પંચાયતની ચુંટણી પુર્વે ભાજપા માં જોડાયેલ સંદિપ વસાવા આજે ચંદેરીયા ખાતે બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપા છોડીને પુન: ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેઓ ના સમર્થકો સાથે જોડાયા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુકે તેઓ બીટીપી સુપ્રિમો છોટુભાઈ વસાવાની વિચારશરણીથી પ્રેરિત થઇને તેમના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેમના કાર્યકરો સાથે જોડાયા છે. ઉલ્લેખનીય છેકે સંદિપ વસાવા આ પહેલા વર્ષોથી છોટુભાઈ વસાવાના સમર્થક રહ્યા હતા, અને ગત તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓ પુર્વે ભાજપામાં જોડાયા હતા. અને આજરોજ ભાજપા છોડીને બીટીપી માં પાછા ફર્યા હતા.

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો – 9978868200

Share to

You may have missed