November 21, 2024

ઝઘડિયાની વર્ધમાન એક્રેલીક લિમિટેડ કંપની દ્વારા વરસાદી કાંસમાં મોટી માત્રામાં પ્રદુષિત પાણી છોડાયું ..

Share to

પાણી વહી ગયા પછી મોનીટરીંગ ટીમ દ્વારા પાણી ના સેમ્પલ લેવામાં આવે છે ! તો શુ તેમાં કઈક સાચો રિપોર્ટ આવશે ખરો ?

ઝઘડીયા ખાતેની જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો દ્વારા વરસાદનો લાભ લઈ પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં મોટા પ્રમાણમાં છોડવામાં આવી રહ્યુ હોવાની માહિતી મળી હતી, ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી વર્ધમાન એક્રેલીક લિમિટેડ કંપની દ્વારા વરસાદી કાંસમાં પીળા અને લાલ કલરનું મિશ્રણ વાળું પ્રદુષિત પાણી મોટી માત્રામાં છોડવામાં આવ્યું હતું, કંપનીના ભૂંગળામાંથી નિકળતો પીળા કલર ના પાણીમ‍ાં મોટા પ્રમાણમાં ફીણ થતું હોઈ તેમ જોવા મળ્યું હતું

જેથી આ પાણીમાં કંઇક અંશે કેમિકલનું પ્રમાણ હોય તેમ લાગી રહ્યું હતું, વર્ધમાન એક્રેલિક લિમિટેડ કંપની દ્વારા વરસાદી કાંસમાં છોડવામાં આવેલ આ પીળા કલરનું પાણી કેમિકલયુક્ત હોઈ કે પછી વરસાદી પાણી છે તેની તપાસ જીપીસીબી દ્વારા કરવામાં આવે તો મોટો ખુલાસો થઇ શકે છે, ઝઘડિયાની નોટિફાઇડ એરિયા ઓફિસ દ્વારા જીઆઇડીસીની દરેક કંપની પરથી રોજ પાણીના નમુના લેવામાં આવ્યા છે પરંતુ આજદિન સુધી કોઇ પણ કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવ્યું હોય તેવું જણાવવામાં આવ્યું નથી , જીઆઇડીસીના કેમિકલ ઉદ્યોગ દ્વારા વારંવાર કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં છોડવાના બનાવો બને છે અને તેને ન્યૂઝ ચેનલ , સમાચાર પત્રો માં પણ વારંવાર પ્રસારિત કરી તંત્ર ને જાણ કરે છે પરંતું જે તે વિભાગ નું વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરી બધું ચુપચાપ જોતું રહે છે.જેના થી ખેડૂતો ના ખેતી લાયક જમીન અને માછલી તથા અન્ય જીવો ને તેઓના જીવ ને જોખમ ઉભું થાય છે..

તો કેટલીય વાર આવા ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણી જાહેરમાં છોડતાં મોનિટરિંગ ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવતું હોઈ છે પરંતુ તેમાં કોઇ પણ જાતનું કેમિકલ હોય તેમ આજસુધી જણાવવામાં આવતું નથી….તો ખરેખર જીઆઈડીસીના ઉદ્યોગ દ્વારા કેમિકલ વરસાદી કાંસમાં છોડવામાં આવતું નથી? કે પછી મોનિટરિંગ ટીમના લીધેલા સેમ્પલમાં રિપોર્ટ કાઢવામાં ગેરરીતિ થાય છે તે સવાલો હાલ તો લોકો માં ઉભા થયા છે , ઝગડીયા માં ગતરોજ થીજ વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા બાદ પણ વર્ધમાન કંપની દ્વારા મોટા પ્રમાણમાં છોડવામાં આવી રહેલા પીળા કલરનું પાણી પ્રદુષિત પાણી છે કે વરસાદી પાણી છે તેની તપાસ જીપીસીબી દ્વારા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે…

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed