November 22, 2024

જી આઈ ડી સી માં જાહેર માર્ગ પર આડેધડ પાર્ક કરવામાં આવેલ વાહનોથી અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?

Share to

ઝઘડિયા જીઆઇડીસીની બિરલા સેન્ચુરી કંપની સામે આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનોથી ટ્રાફિકની સમસ્યા વધી …

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિરલા સેન્ચુરી કંપનીની બહાર જાહેર માર્ગ પર મોટા વાહનોની કતારો લાગી હતી , લાંબી કતારો લગાવીને ઉભેલા વાહનોના ડ્રાઈવરોને પૂછતાં તેઓ બિરલા સેન્ચુરી કંપનીમાં કપડાંનું મટીરિયલ લઈને આવ્યા છે અને સવારથી સાંજ સુધી કંપનીની બહાર જાહેર માર્ગ પર જ ઉભા છે તેમ ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું .. તો જી આઈ ડી સી માં પાર્કિંગ ની વ્યવસ્થા હોવા છતાં કેમ આ વાહનો ને કંપની ગેટ ની બાજુ માંજ લાઈન લગાવી ઉભા કરી દેવા માં આવે છે તો શું આ કંપનીઓ દ્વારા માલ સામાન લઈ આવતા મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવતી નથી? તેવા હાલ સવાલો ઉભા થયા છે ..ત્યારે જી આઈ ડી સિ માં આવતા વાહન ને અડચણરૂપ થતા આડેધડ પાર્ક કરેલાં મોટા વાહનો સામે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને GIDC ના વહીવટકર્તા આના ઉપર પૂરતું ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે…

#દૂરદર્શી ન્યૂઝ


Share to