સવાલ એ છે કે ચાલુ વરસાદ માં આ બાંધકામ ની ગુણવતા કેટલી…..?
રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જીલ્લા માં આવેલ ઢૂંઢા ગામ પાસે નવા બની રહેલ પુલ પર ચાલુ વરસાદ માં પુલ નું કામ કરતા કર્મચારીઓ નજરે ચડ્યા હતા હાલ કેટલા દિવસો થી પડી રહેલ ધોધમાર વરસાદ માં જયારે બધાકાજ કન્સ્ટ્રક્સન ના બંધ હોઈ છે ત્યારે ઝગડીયા તાલુકામાં ઢૂંઢા ગામે ચાલુ વરસાદ દરમિયાન પુલ ની રેલિંગ નું કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા હતા જયારે કામ કરી રહેલ કર્મચારીઓ ને આ બાબતે સવાલ કરતા કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમને તો કામ કરવાનું કહ્યું છે એટલે કરીયે છે …ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાકટર દ્વારા આ કામ કરવાનું કેહતા કર્મચારીઓ વરસાદ ના પાણી માંજ સિમેન્ટ કપચી નું મિશ્રણ નાખતા જોવા મળ્યા હતા તો સવાલ એ છે કે સિમેન્ટ કપચીના આ મિશ્રણ ને પાકું થવા માટે સમય જરૂર હોઈ છે અને જો સમય ની જરૂર નથી તો ચાલુ વરસાદ માં શુ આ સિમેન્ટ જામશે ખરી…? અને ચાલુ વરસાદે આ બાંધકામ કરવું કેટલું યોગ્ય..? અને જો આ કામ કરતા કોઈ અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કોણ..?
અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના ઉમલ્લા થી વેલુગામ સુધી બની રહેલ રોડ કોન્ટ્રાકટર દ્વારા બનાવામાં આવી રહ્યો છે અને જે તે રોડ અને પુલો બનાવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાક હલકી ગુણવતા થી બનવામાં આવી રહ્યા હોઈ અને તેમાં sop નું પાલન થઈ રહ્યું નથી તેવા હાલ દ્રશ્યો થી સાબિત થઈ રહ્યું છે ત્યારે આવા કામોની માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી કોન્ટ્રાકટર ઉપર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે….
વાત કરવામાં આવે તો ઘર અથવા સામાન્ય સિમેન્ટ ના બાંધકામ માં પણ સાવચેતી ના ભાગ સ્વરૂપે ચાલુ વરસાદ માં કોઈ પણ કામ કરવામાં આવતું નથી ત્યારે આવા રોડ રસ્તા અને પુલ સહિત ના કામ માં બેદરકારી રાખવામા કેમ આવે છે..કેમ તેઓ ને ચાલુ વરસાદ માં કામ કરવાદેવામાં આવે છે .અને જેતે વિભાગ ના અધિકારીઓ આ બાબતે ધ્યાન રાખી આવા બેદરકાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં ભરી તેને સખત સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.