જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૨૯,૨૯૮ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૩૦ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલા,સોમવાર:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૨ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આજે RTPCR ટેસ્ટમાં ૪૦૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૦ સહિત કુલ-૭૨૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૨ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૯,૨૯૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૩૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૮૮૧૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૩૪૧૫ લોકોને વિતરણ કરાઇ છે.
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી