રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ હોટેલ રિજેન્ટા ખાતે જીલ્લા પંચાયત ભરૂચની ૬૬ શાળાઓમાં વિદ્યાસાથી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. આ વિદ્યાસાથી પ્રોજેક્ટ દ્વારા ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફથી નિપૂણ અને અનુભવી શિક્ષકો દ્વારા પ્રોજેક્ટમાં આવરી લેવાયેલ દરેક શાળામાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન મુકવામાં આવશે.
આરતી ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા જરૂરી નાણાકીય સહાય કરવામાં આવશે. વિદ્યાસાથી પ્રોજેક્ટની શરૂઆતમાં યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડો. નીપા પટેલ., ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક શ્રી રમેશ કાસુન્દ્રા અને વિદ્યાસાથી તરીકે જોડાયેલ ૮૦ શિક્ષકો હાજર રહ્યા હતા.
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો