November 20, 2024

ઝઘડિયા પોલિસે 22 લાખ ઉપરાંત ના મુદ્દા માલ સાથે ભારતીય બનાવટ નો વેદેશી દારૂ સાથે ડ્રાઈવર ને જડપી પાડ્યો…

Share to

ભરૂચ

ગુજરાત માં બુટલેગરો ને પણ હવે પોલીસ નો ડર લાગી રહ્યોં નથી તેમજ દારૂ ની હેરાફેરી માટે નવાનવા કિમીયા બુટલેગરો દ્વારા અજમાવા મા આવતા હોય છે પરંતુ અવનવા કિમીયા ને પોલીસ બાતમી ના આધારે જડપી પાડવા માં સફળ થાઈ છે.સવાલ એજ ઉભો થાય છે કે આટલી બધી નાકાબંધી હોવા છતાં ગુજરાત મા દારૂ આવેછે ક્યાં થી જો પોલીસ ઝગડીયા તાલુકામાં થીજ આટલી મોટી માત્રામાં દારૂ જડપી પાડતી હોય તો દારૂ નો વેપલો કેટલો મોટો હશે એવા ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે…..
ગઈકાલે જ ઝઘડિયા પોલીસે મુલદ ગામપાસે થી 37000 હજાર નો ભારતીય બનાવટ નો વેદેશી દારૂ ના જથ્થો જડપી પાડવા માં આવ્યો હતો તેની સાહિ હજુ સુકાઈ નથી.. ત્યાં જ ગઇ કાલે મોડી રાતના તલોદરા ગામ પાસે વાલિયા રોડ ઉપર આવેલા જંગલ ઝાડી વિસ્તાર માં રમેશ ઉર્ફે બકો રહે.મોરતલાવ ગામ નો જમાઈ છે તેઓ કન્ટેનર મા ભારતીય બનાવટ નો વીદેશે દારૂ ઘૂસાડી કટીંગ કરવા નો હોય જે બાતમી મળતા ઝઘડિયા પોલીસ સ્ટેશન ના પી.આઈ

પી.એચ.વસાવા તેઓ ના સ્ટાફ સાથે બાતમી વારી જગા પર સધન વોચ રાખે કન્ટેનર નંબર M.H .04 FD 2977 કન્ટેનર માં રાખેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની પેટી 206 નંગ જેની કિંમત રૂપિયા. 12 લાખ 16, 800 /- તેમજ કન્ટેનર રૂપિયા 10 લાખ તેમજ મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 10 હજાર કુલ રૂપિયા.૨૨ લાખ 26,800/- નો મુદ્દા માલ સાથે ટ્રક ડ્રાઈવર ની અટકાયત કરી હતી

તેમજ આ ગુના માં સડવાયેલ નવીન પટેલ.
રમેશ ઉર્ફે બકો ભાણા રાઠોડ મોરતલાવ..અંને અન્ય બે ઈસમો જેનો નામ ઠામ જણાવેલ નથી.
તેમજ કન્ટેનર ના માલીક રાજુ જગદીશ ખ્યાલીરામ યાદવ મહારાષ્ટ્ર.સદર ઈસમો ને વોન્ટેડ જાહેર કરીયા હતા…

જોકે પોલિસે આટલી મોટી માત્રા માં દારૂ ક્યાંથી લાવી દારૂ ક્યાં લઈ જવામાં આવી રહયો હતો તે દિશા માં વધુ તપાસ ઝગડીયા પોલીસ હાલ કરી રહી છે..


Share to

You may have missed