ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાઓ આમ બની ગઈ છે જોકે ગત મંગળવારે 3 ટ્રાવેલ બેગ માંથી મળી આવેલા કાપેલા હાથ અને પગ સહિત શરીરના અંગોને લઈ ઝનૂની હત્યારાએ હત્યાને અંજામ આપ્યા બાદ પુરાવાનો નાશ કરવા આ સાતીર ખેલ ખેલ્યો હોવાનું મનાઈ રહ્યું હતું
ભરૂચમાં હત્યાનો સૌથી ચોંકાવનારો અને ઘાતકી કિસ્સો 2 દિવસ અગાઉ અંકલેશ્વરના અમરતપુરા ગામના પાટિયા પાસે થી બહાર આવ્યો હતો જ્યાં મંગળવારે સ્થાનિક ગ્રામજનોને એર સ્ટ્રીપ જવાના માર્ગ ઉપર રસ્તાની બંને બાજુ નાળા પાસે અલગ અલગ દિશામાં લાલ અને ભૂરા રંગની 2 ટ્રાવેલ બેગ બિનવારસી હાલતમાં નજરે પડી હતી
ગ્રામજનોને કઈક સંદિગ્ધ લાગતા અંકલેશ્વર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર આવી બેગ નજીક પોલીસે જઇ બેગ ખોલતા જ તેમાં પુરૂષના કપડાં હતા જે નીચે રહેલી ભૂરા રંગની થેલી બહાર કાઢી ખોલતા જ તેમાં માનવીના કાપેલા હાથ પગ મળી આવતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી તેમજ બીજી બેગ ખોલતા તેમાંથી પણ કાપેલા હાથ પગ મળી આવ્યા હતા ત્યારબાદ રાત્રિના સમયે સારંગપુર ગામના પાટિયા પાસે થી ત્રીજી બેગ મળી આવી હતી જેમાં પણ મૃતકના શરીરના અન્ય અંગો ભરેલા હોવાનું સામે આવ્યું હતું અત્યંત ઘાતકી રીતે યુવાનની હત્યા કર્યા બાદ તેની ઓળખવીધી ન થાય તેમજ પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ ભોગ બનનાર મૃતકની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી દીધા હતા સમગ્ર ઘટના ક્રમ બાદ પોલીસ ની વિવિધ ટિમો આ હત્યા કાંડ નો ભેદ ઉકેલવામાં લાગી હતી જેમાં ભરૂચ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે પોલીસે સમગ્ર હત્યા કાંડને અંજામ આપનારા4 આરોપીઓની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી છે પોલીસે સમગ્ર હત્યા કાંડમાં 4 આરોપી ઓની ધરપકડ કરી છે જેમાં 3 બાંગ્લાદેશી છે તો એક રીક્ષા ચાલક છે આરોપી નંબર (1) લેશીના ઝાકીર અબ્દુલ મુલ્લા, રહે મંગલદીપ સોસાયટી,અંકલેશ્વર મૂળ.નૉડાલ, બાંગ્લાદેશ (2) મુફિસ મોહંમદ મુલ્લા રહે,બાપૂનગર,અંકલેશ્વર મૂળ,નૉડાલ,બાંગ્લાદેશ (3) અજોમ સમસુ શેખ,રહે લાલ બજાર કોઠી રોડ,ભરૂચ મૂળ, ખુલના,બાંગ્લાદેશ તેમજ આરોપી નંબર (4) નૌશાદ ઈંદ્રિશ ખાન રીક્ષા ડ્રાઈવર રહે.બાપુનગર, અંકલેશ્વર મૂળ બલિયા યુ.પી ના ઓની ધરપકડ કરાઈ છે
અંકલેશ્વરમાં મળી આવેલ હત્યા કરાયેલ લાશની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલી સમાન હતું પરંતુ ગણતરીના સમયમાં પોલીસે મૃતકની લાશની ઓળખ કરી લીધી હતી અને બેગમાંથી મળેલ માનવ શરીરના અંગો મૂળ બાંગ્લાદેશના અકબર નામક વ્યક્તિના હોવાનું સામે આવ્યું હતું
ભરૂચ પોલીસે સી.સી.ટી.વી સર્વેલન્સના આધારે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી હતી જેમાં પ્રથમ પોલીસે ગુનામાં વપરાયેલ રીક્ષાની ઓળખ કરી રીક્ષા જે વિસ્તારમાં હોય ત્યાં વોચ શરૂ કરી હતી
ઘટનામાં સામેલ આરોપીઓ બાંગ્લાદેશ થી ઘૂસણખોરી કરી ભારત આવ્યા હતા અને ગુજરાતના અમદાવાદ, સુરત,ભરૂચ, અંકલેશ્વર, જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા જેમાં મરણ જનાર મૂળ બાંગ્લાદેશનો અકબર જે હાલમાં અમદાવાદના ચંડોળા તળાવ ઇશન પુર ખાતે રહેતો હતો તે આ ગુનામાં આરોપીઓને વાંરવાર ધમકીઓ આપી તેઓને પોલીસમાં પકડાવી દઈશ કહી જો આમ ન કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેવી માંગણીઓ કરતો હતો અને આ ગુનામાં આરોપી અજોમને અમદાવાદ હવેલી પોલીસ મથકે કોઈ ગુનામાં પકડાવી પણ દીધો હતો જેને લઈ કાયમી હેરાનગતિ થી કંટારેલ ત્રણેવ બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષા ચાલક નૌશાદ સાથે કાવતરું રચી ભોગ બનનાર અકબરને ઘરે બોલાવી ઉંઘની ગોળીઓ પીવડાવી બેહોશ કરી આયોજન મુજબ ઓશિકા વડે અકબરનું મોઢું દબાવી દઈ થતા તીક્ષ્ણ હથિયાર થી ભોગ બનનારના શરીરના અલગ અલગ ટુકડા કરી પોલીથીનની કોથરીમાં ભરી તેને બેગમાં મૂકી નૌશાદની રીક્ષા મારફતે અંકલેશ્વર શહેર વિસ્તારમાં અવાવરું જગ્યાએ બેગ ફેંકી દઈ નાસી ગયા હતા
હાલ પોલીસે સમગ્ર હત્યા કાંડ માં વોરાયેલ જી જે 16 એ.ટી 1617 નંબર ની રીક્ષા તેમજ 8 નંગ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે સાથે જ હત્યામાં વપરાયેલ ચપ્પુ તેમજ અન્ય પૂરાવા મેવવાની તપાસ શરૂ કરી છે
ઘૂસણખોરીનું નેટવર્ક સામે આવવાની શક્યતા
અંકલેશ્વરમાં હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકી દીધા બાદ પોલીસ તપાસમાં ચોકવનારી વિગતોમાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું છે ત્યારે તમામ આરોપીઓ અને મૃતક બાંગ્લાદેશ થી ભારત કંઈ રીતે આવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં બાંગલાદેશ થી ભારતમાં ઘૂસણ ખોરીનું નેટવર્ક ચાલતું હોવાનું પણ સામે આવી શકે તેવી શક્યતાઓ સમગ્ર હત્યા કાંડ બાદથી ચર્ચામાં આવી છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.