November 21, 2024

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ના ૫૧ વર્ષિય ચંદ્રકાન્તભાઈ ભાઈલાલભાઈ તડવી ના આંખ,હ્રદય,કિડની,અને ફેફસાના દાનથી ૩ ને જીવનદાન મળશે..આદિવાસી સમાજના અંગદાનના નિર્ણયથી ૩ વ્યક્તિઓને જીવન દાન મળશે

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ચંદ્રકાન્તભાઈ ભાઈલાલભાઈ તડવી

અંગદાનના કિસ્સાઓ બાદ ઘણા પરિવારોના દર્દીઓને નવુ જીવન દાન મળતુ હોઇછે અને દર્દીઓને શરીરના બગડેલા અવયવોના સ્થાને અન્ય અંગદાતાના અવયવો મળતા દર્દીને નવુ જીવન દાન મળતા ઘણા કિસ્સાઓમાં ગંભીર દર્દીઓ સ્વસ્થ બનતા પરિવારજનોમાં ખુશાલીનો માહોલ ફેલાતો હોઇછે આવોજ એક કિસ્સો ઝઘડીયા તાલુકાનો સામે આવ્યોછે જેમાં સોમવારની રાત્રી દરમિયાન ઝઘડીયા જી.આઇ.ડી.સી.નજીક એક ૫૧ વર્ષના આધેડને અકસ્માત નડ્યો જતો ત્યારબાદ તેમની તબીયત તબીબોને ના દુરસ્ત જણાતા વધુ સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યા હાજર તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા આ અંગે ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના મુળ વતની ૫૧ વર્ષના ચંદ્રકાંતભાઇ ભાઇલાલભાઇ તડવીને સોમવારે રાત્રિ દરમિયાન ઝઘડીયા જી.આઇ.ડી.સી.નજીક અકસ્માત નડ્યો હતો ત્યારબાદ ભરૂચ શહેરની ખાનગી હોસ્પિટલના તબીબને અકસ્માત ગ્રસ્તને સારવારની વધુ જરૂરિયાત જણાતા તેમને વડોદરા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યા હાજર તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા અને હોસ્પિટલના તબીબોની ટીમે તેમના પરિવારજનોને અંગદાન વિષે વિસ્તૃતમાં માહિતી આપી સમજાવ્યા હતા અને ટીમો દ્વારા તેમનુ કાઉન્સેલિંગ કરાતા અકસ્માત ગ્રસ્ત ચંદ્રકાંતભાઇ તડવીના પત્નીએ અંગદાન માટે સહમતિ આપી હતી પત્ની સહિતના પરિવારજનોની સહમતિ બાદ ચંદ્રકાંતભાઇ તડવીના ફેફસા,કિડની,હ્રદય અને આંખનુ દાન કરાયું હતુ..

#દૂરદર્શી ન્યૂઝ

આ દાન કરેલા અવયવો અમદાવાદ,હૈદરાબાદ,અને ચેન્નાઈ મોકલવામાં આવશે આ અંગદાન થકી ૩ વ્યક્તિઓને નવુ જીવન મળશે ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંતભાઇ તડવી સામાન્ય પરિવારના હોઇ અને ઝઘડીયા જી.આઇ.ડી.સી. ખાતેની એક કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા તડવી સમાજના પરિવારના આ નિર્ણયથી કેટલાક જરૂરિયાતમંદ દર્દીઓના પરિવારોમાં ખુશીની કિરણો દેખાશે અને આ પરિવારોમાં ચંદ્રકાંતભાઇ સદા જીવંત રહેશે

#DNSNEWS


Share to

You may have missed