આકરી ગરમીમાં રેલવેનો ઓવરહેડ વાયર ભરૂચ રેલવે સેક્શનમાં બુધવારે ત્રીજી વખત બ્રેક થયો હતો પાનોલી રેલવે સ્ટેશને ડાઉન લાઈનનો OHE કેબલ તૂટી પડતા ટ્રેન વ્યવહાર 2 કલાક સુધી અસરગ્રસ્ત થવા સાથે 5 ટ્રેનોને 4 સ્ટેશનો ઉપર સવા 3 કલાક સુધી થોભાવી દેવાની રેલવે ને ફરજ પડી હતી
પાનોલી રેલવે સ્ટેશને મુંબઈ-અમદાવાદ મુખ્ય ડાઉન લાઈનનો 25000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી જતા સવારે 10 કલાક અને 20 મિનિટ થી ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો
અપલાઈન સુરક્ષિત રહી હતી રેલવે તંત્રે ઓ.એચ.ઇ વાન અને સ્ટાફ દોડાવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું આખરે 2 કલાકની જહેમત બાદ ડાઉન લાઈનનો કેબલ દુરસ્ત કરાયો હતો જે દરિમ્યાન બિકાનેર-યશવંતપુર,ગંગાનગર-કોચુવલી, વિરાર-ભરૂચ અને સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ ટ્રેન અંકલેશ્વર,પાનોલી અને સાયણ સ્ટેશન ઉપર 3 કલાક અને 20 મિનિટ અટકાવી રખાઈ હતી જ્યારે ગુજરાત એકસપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટેશને કલાકો સુધી અટકાવી દેવામાં આવી હતી માલગાડી પસાર થતી વેળા તેના પેન્ટાગોનના કારણે 25000 વોટનો OHE કેબલ તૂટીને ગુડ્ઝ ટ્રેનના એન્જીન ઉપર પડ્યો હતો જેના કારણે મુખ્ય મુંબઈ-અમદાવાદ ડાઉન લાઈનનો પાવર બંધ થઈ જતા ટ્રેન સેવા ડાઉનમાં બે કલાક સુધી સદંતર ઠપ રહી હતી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો