ડી એન એસ ન્યૂઝ ભરૂચ 26-05-22
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીર વયની બાળાનું કોઇ ઇસમ પટાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ અંગે ગત તા.૨૦ મીના રોજ પોલીસ મથકે ફરિયાદ લખાવા પામી હતી. ઝઘડિયા તાલુકાના એક ગામે આ સગીરા તેના મોટાકાકા સાથે રહેતી હતી. આ સગીર બાળાનું અપહરણ થતાં પોલીસે અપહરણ કરનાર અજાણ્યા ઇસમ બાબતે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતુંકે સગીરાનું અપહરણ કરનાર ઇસમ ભરુચ તાલુકાના નિકોરા ગામે એના સંબંધીને ત્યાં રોકાયેલ છે. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડે પોલીસ ટીમ સાથે મળેલ બાતમી મુજબ નિકોરા ગામે જઇને આ કામના આરોપીને અપહરણ થયેલ બાળા સાથે ઝડપી લીધો હતો. પોલીસે અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવી હતી, અને આ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી સાગરભાઇ વિનેશભાઇ વસાવા રહે.ગામ નિકોરા અને મુળ રહે.ગામ અવિધા તા.ઝઘડીયાના વિરુધ્ધ નંધાયેલ ફરિયાદ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.