November 22, 2024

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે યું.પી.એલ લિમિટેડ દ્વારા વીસ ગામના ખેડૂતો ની મિટિંગ બોલાવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

Share to



ગીર ગઢડા તાલુકાના ધોકડવા પંથકમાં આજુ બાજુના વીસ જેટલા ગામોના ૫૦૦થી વધુ ખેડૂતો ની શિબિરનુ યુ.પી.એલ.લિમિટેડ. દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ હતું જેમાં યુ.પી.એલ.કંપની નાં ઝોનલ માર્કેટિંગ મેનેજર કિશોરભાઈ એ ખેડૂતો ને વિગતવાર માહિતી આપી હતી અને કંપની માં ફરજ બજાવતા સબ સેક્ટર મેનેજર જયંતી ચૌધરી તેમજ ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ પટેલ અને ઉત્સવભાઈ રાણપરીયા યુ.પી.એલ.લિમિટેડ કંપની નો સ્ટાફ અને સરદાર ડેપો નાં ઇન્ચાર્જ રાહુલ ભાઈ રામ અને મધુભાઈ કિડેચા પણ ઉપસ્થિતિ રહ્યા
અને ખેડૂતો ને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવુ એના વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી..

*રિપોર્ટર. વિશાલ ચૌહાણ
ગીર ગઢડા*


Share to