November 19, 2024

કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજનાની કામગીરી ગોકળ ગાય ગતિએ ચાલતા ખેડુતોમાં નિરાશાખેડુતો-કોન્ટ્રાક્ટર જમીન અને પાકના વળતર બાબતે વિવાદએજન્સીએ પેટા કોન્ટ્રાક્ટમાં કામ સોંપી દેંતા કામગીરી આગળ વધતી નથી *

Share to


તા.૦૭-૦૭-૨૦૨૧ નેત્રંગ

ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સમસ્યાના કારણે ધરતીપુત્રોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે.દ,ગુજરાતના ખેડૂતોની લાંબી લડતના કારણે ગુજરાત સરકાર ધ્વારા કરજણ ડેમથી પલસી,ભીતાડા અને મોવીથી છેક વનમંત્રીના વાડી ગામ સુધી પાઇપલાઇન મારફતે સિંચાઈ માટેના પાણી લઇ જવાની કરોડો રૂપિયાની યોજના બનાવવામાં આવી હતી.વહીવટી મંજુરી મળ્યા બાદ તાત્કાલિક ધોરણે જે-તે એજન્સી ધ્વારા સવૅ કરીને ખેતરમાં ખોડકામ કરીને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી.જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક વિસ્તારમાં એજન્સીના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ખેતરમાં ખોડકામ અને પાઇપલાઇન નાખવા માટે ખેડુતોને વિશ્વાસમાં લઇને ખોડકામ કરીને પાઇપલાઇન નાખી દેવામાં આવી હતી.કોન્ટ્રાકટર અને એજન્સીના જવાબદાર લોકો વચ્ચે પાક અને જમીનના વળતર બાબતે માથાકુટ ચાલતી હોવાથો ખેડુતો કામગીરી કરવા દેતા નથી.વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારના આદેશ મુજબ તમામ ઓક્સિજન ફરજીયાત હોસ્પીટલમાં આપવામાં આવતો હતો.ઓક્સિજનની અછતથી કામગીરી બંધ પડી હતી.રાજ્ય સરકારે જે-તે એજન્સીને કામ સોંપ્યું હતું,પરંતુ તેને પેટા કોન્ટ્રાક્ટમાં કામ સોંપી દેંતા કામગીરી ધીમીગતિએ ચાલી રહી છે.પાક અને જમીનના વળતર બાબતે ખેડુતોને રિઝવવા માટે જવાબદાર લોકો ખેડુતો સાથે પાછલા બારણે વાટાઘાટ કરતાં હોવાના અહેવાલ મળ્યા છે.તેવા સંજોગોમાં વનમંત્રી ગણપતભાઇ વસાવા અને સાંસદ મનસુખભાઇ વસાવા કરજણ જળાશય યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરે અને વહેલી તકે કામગીરી પુણઁ થાય તે દિશામાં પ્રયત્નો હાથધરે તેવી લોકમાંગ ઉઠી છે.

* બોક્સ :- આજુબાજુ વિસ્તારના તાલુકાઓમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી મળતું થઈ ગયું.
કરજણ જળાશય યોજનાની સાથે ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઈ માટેની પાઇપલાઇન યોજનાનું કામ ચાલતું હતું.તે કામગીરી પુણઁ થઇ ચુકી છે,અને ખેડુતોને સિંચાઈનું પાણી મળતું થઈ ચુક્યું છે,ઉકાઇ ડેમમાંથી ડેડીયાપાડા,સાગબારા અને સોનગઢ તાલુકાના ગામે-ગામ પીવાનું યોજનાનું કામ પુણઁ થઇ ચુક્યું છે,અને ગરીબ લોકોને પીવાનું પાણી મળતું થઈ ચુક્યું છે.પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકાના લોકો પીવા અને સિંચાઈના પાણી માટે આજદિન સુધી વલખા મારી રહ્યા છે.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*


Share to

You may have missed