November 21, 2024

એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા અંગે સંપૂર્ણ સમિક્ષા માટે ગાંધીનગરથી શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ

Share to


ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ માં રીપીટર-૮૦૩૯, પ્રાઈવેટ રીપીટર-૧૧૪, પ્રાઈવેટ રીગ્યુલર-૨૧૨ તેમજ પૃથ્થક – ૯૩૨ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧૩૧૧ તેમજ ધોરણ-૧૨ સામાન્યપ્રવાહમાં ૨૮૬૯ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનું આયોજન
0 0 0 0 0 0 0
કોવિડ-૧૯ની વખતો-વખતની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાની રહેશે
-: કલેક્ટરશ્રી
0 0 0 0 0 0 0
ભરૂચઃ બુધવાર :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૧૫-૭-૨૦૨૧ થી યોજાનાર એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા અંગે સંપૂર્ણ સમિક્ષા માટે ગાંધીનગરથી શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી. આ વેળાએ કલેક્ટર કચેરી ભરૂચના વિડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા અને પરીક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષા સમિતિના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૫ મી જુલાઈથી યોજાનારી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના પરીક્ષાર્થીઓ માટે સાંપ્રત કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લઈ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી. જેનો વિદ્યાર્થી અને તેમના વાલીઓને ચૂસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં અવી હતી.
વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી વિડિયો કોન્ફરન્સ હોલમાં પરીક્ષા સમિતિના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ આપેલ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપાલન કરવાની હિમાયત કરી હતી. કોવિડ-૧૯ની વખતો-વખતની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાની રહેશે. કલેક્ટરશ્રી જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમિક્ષા કરી તટસ્થ રીતે અને ક્ષતિરહિત પરીક્ષા લેવાય તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ ભરૂચ જિલ્લાનાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપીટર, પ્રાઈવેટ અને પૃથ્થક વિદ્યાર્થીઓ માટે ૧૫ મી જુલાઈથી શરૂ થતી એસ.એસ.સી.અ અને એચ.એસ.સી. ની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ માં રીપીટર-૮૦૩૯, પ્રાઈવેટ રીપીટર-૧૧૪, પ્રાઈવેટ રીગ્યુલર-૨૧૨ તેમજ પૃથ્થક – ૯૩૨ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧૩૧૧ તેમજ ધોરણ-૧૨ સામાન્યપ્રવાહમાં ૨૮૬૯ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનું આયોજન હાથ ધરાયું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પોલીસ વિભાગના અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, આરોગ્ય, શિક્ષણ, એસ.ટી.વિભાગ, વીજળી વિભાગ, વિવિધ સંઘના પદાધિકારીઓ વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
— ૦ ૦


Share to

You may have missed