નેત્રંગ. તા. ૧૫–૦૫-૨૦૨૨.
ભોટનગર – વડપાન- કાંટીપાડા ને જોડતો સીધો અને ટુકા અંતર નો રસ્તો આઝાદી ના ૭૫ વર્ષ પુણઁ થયા હોવા છતા પણ આજની તારીખ મા રસ્તો ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામડાંઓ ની પ્રજા ના નસીબ મા પાકો નહિ બનતા ગરીબ પ્રજાએ વાયા નેત્રંગ થઇ ને ૬ કિ. મી ફેરાવો ફરી કાંટીપાડા જવુ પડતુ હોવાથી પ્રજામા તંત્ર પ્રત્યે છુપો રોષ જોવા મળી રહ્યો છે. રસ્તો નહિ બને તો આગામી વિધાનસભા ચુંટણી નો બહિષ્કાર ત્રણ થી ચાર ગામના લોકો કરશે.
બીજી તરફ આ કાચા રસ્તો પર હાલમા રોજે રોજ ભુ માફિયાઓ તેમજ ગ્રેર કાયદેસર ચાલતા ઇટ ભઠ્ઠા વાળાઓના હાઇવા તેમજ ટૢકો બેફામ ચાલતા હોવાને લઇ ને રસ્તા પર બે બે ફટ ધુળ ના ઢગલા તેમજ ચીલાઓ પડી જતા આ રસ્તા પર થી મોટરસાયકલ ચાલકો ને નવનેજા પડી જાઇ છે. જેને લઇ ને ચાર ગામના આદિવાસી ને પડતી તકલીફો નો અનુભવ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ ખુદ જાતે મોટરસાયકલ ચલાવી કરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ તાલુકા ના નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ ફોકડી – ભોટનગર તેમજ નેત્રંગ થી રાજપીપલારોડ આવેલ કાંટીપાડા ને જોડતો સીધો ટુકા ગાળા નો રસ્તો કાટીપાડા વડપાન ભોટનગર તેમજ ફોકડી -વડપાન – કાંટીપાડા ને જોડતો સીધો રસ્તો ખેતરો ની સીમો માંથી નિકળતો રસ્તો છે. જે આઝાદી ના ૭૫ વર્ષ નો સમય ગાળો વિતી જવા છતા રાજકીય કાવા દાવા ને લઇ ને પ્રજા ને નસીબ થયો નથી. ભોટનગર થી વડપાન, કાંટીપાડા, ટીમલા, ઝરણા, શણકોઇ, બિલાઠા ને જોડતો ખુબ જ ટુકા અંતર નો રસ્તો છે. સદર રસ્તો સરકાર માબાપ થકી કાંટીપાડા થી શણકોઇ સુધી નો ને જોડતો પાકો રસ્તો વષોઁથી બનાવવામા આવ્યો છે. પરંતુ કાંટીપાડા થી વડપાન ભોટનગર ને જોડતો રસ્તો આજ ની તારીખ મા પણ આઝાદી વખત નો જ કાચો રસ્તો પ્રજા ના નસીબ મા છે. જેને લઇ સામાન્ય કામકાજ માટે તેમજ મરણ ના પ્રસંગો મા વાયા નેત્રંગ થઇ ને જવુ પડે છે. જે ૬ કિ. મી ઉપર નો ફેરાવો પ્રજાને મોગવારી ના ખપર મા આથિઁક નુકસાન વેઠી ને ફરવો પડી રહ્યો છે. ફોકડી થી વડપાન સુધી પ્રધાનમંત્રી ગામ સડક યોજના મા બાજપાઈજી ના સમય મા નસીબ થયો હતો, પરંતુ જેતે વખતે રસ્તા ના કામ મા થયેલ ભારે ગોબાચારી તેમજ કવોઁરી માલિકો ના બેફામ ચાલતા ઓવરલોડ વાહનો ને લઇ ને માત્ર ટુકા ગાળા માજ ખલાસ થઇ જતા જેતે હાલત મા રસ્તો ૭૫ વર્ષ પહેલા ની પ્રોઝીશન મા હતો તેવો થઇ ગયો છે.
હાલમા કવોઁરી માલિકો ડામર પ્લાન્ટ માલિકો સહિત ગ્રેર કાયદેસર ધમધમતા ઇટભઠા માલિકો ના હાઇવા ટૢકો બેફામ ઓવરલોડ આ રસ્તો ઓ પર દોડતા હોવાથી રોડ સાઇડ પર આવેલા ખેતરોમા ઉડતી ધૂળને લઇ ને પાક ને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ઉડતી ધૂળ થી આદિવાસી લોકો ના ધરો પર પણ ધુળ ના થર જામી જાઇ છે.
વડપાન ગામે રોડ સાઇડ પર આવેલ પ્રાથમિક શાળા પર પણ ધુળ ઉડી ને જતી હોવાથી બાળકો ના સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. હાલમા કાચા રસ્તા પર ચાલતા ભારે વાહનો ને લઇ ને બે બે ફટ ધુળ ના થર રસ્તા પર થયેલા હોવાથી તેમજ રસ્તા પર પડેલા ચીલાઓ ને લઇ ખેડૂતો એ મોટરસાયકલ લઇ ને જતા નવનેજા પડી જાઇ છે.
કાયમી ધોરણે પાણી નો છંટકાવ થતો નથી.
ચાર ગામના સ્થાનિક આદિવાસી લોકો ના જણાવ્યા મુજબ તાલુકા કક્ષાએ બેઠેલા જવાબદાર મામલતદાર. તાલુકા વિકાસ અધિકાર તેમજ પદાધિકારીઓ ની મોટા લોકો સાથે ની સાંઠગાંઠ ને લઇ ને સામાન્ય પ્રજાની ફરીયાદો દયાન પર લેવામા આવતી નથી. કહેવામા આવે છે. કે અમારી સતા મા આવતુ નથી, ઉપર ફરીયાદ કરો. જેવા જવાબો મળે છે.
ભોટનગર, ફોકડી, વડપાન, કાંટીપાડા આમ આ ચારે ગામના આદિવાસી લોકો ની ફરીયાદ સાંસદ મનસુખભાઇ વસાવા કે પછી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરનારા ઝધડીયા ના ધારાસભ્ય અને આદિવાસીઑના મસીહા છોટુભાઈ વસાવા લેશે. ???
રસ્તા બાબતે તેમજ બેફામ ઓવરલોડ દોડતા વાહનો ને લઇ ઉડતી ધુળ થી ખેતી ના પાક ને થઇ રહેલ નુકસાન બાબતે કોઈ ઉકેલ નહિ આવેતો આગામી વિધાનસભા ની ચુંટણીનો બહિષ્કાર થશે નુ ચારે ગામની પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી