November 21, 2024

સેલંબા ખાતે સાગબારા તાલુકા બીજેપી મંડળની બેઠક સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં યોજાઈ.

Share to




નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા મંડળની બેઠક સેલંબા ખાતે યોજાઈ જેમાં નર્મદા જીલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પ્રભારી શ્રી સતિષભાઈ પટેલ, જીલ્લાના મહામંત્રી શ્રી નિલ રાવ , રમેશભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી શ્રી મોતીભાઈ વસાવા, તાલુકા મંડળ પ્રમુખ શ્રી મોતીસિંગ વસાવા, મહામંત્રી શ્રી અમિતભાઈ સૂર્યવંશી, દિનેશભાઈ વસાવા, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રોહીદાસ વસાવા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનજીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા તથા તાલુકા / જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી:
1. જાતી અંગેના જે પ્રમાણ પત્રો આપવામાં આવેલ છે તે રદ કરવામાં આવે અને જે કાયદો પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલ હતો તેનો કડકમાં અમલ કરવામાં આવે તેવી માંગ તમામ આદીવાસી સમાજના આગેવાનોએ કરવી જોઈએ અને જે સાચા આદિવાસીઓનો દાખલો મેળવવામાં જે મુશ્કેલીઓ પડી રહી છે તેમને દુર કરવા માટે સ્થાનિક કાર્યકર્તાએ એમની મદદ કરવી જોઈએ.
2.નર્મદા જિલ્લામાં કેટલાક લોકો ખોટા આદીવાસી બની જીલ્લાની આદીવાસી છોકરીઓને ફસાવી લગ્ન કરી બે ત્રણ વર્ષ પછી એમને છોડી બીજી આદીવાસી છોકરીઓ સાથે લગ્ન કરે છે તેવા લોકોનો સૌએ સાથે મળીને તેમનો વિરોધ કરવો જોઈએ
3. આદિવાસી વિસ્તારોમાં ખેતી માટે સિચાઈની સુવિધા મળી રહે તે માટે સૌએ સાથે મળીને યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ.
4.તાલુકા / જીલ્લા પંચાયતના તમામ સભ્યએ પોતપોતાના મત વિસ્તારમાં પ્રવાસ કરી અને લોકોને થતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.
5.આવનારી વિધાનસભા જીતવા માટે સૌ કાર્યકર્તાઓએ સાથે મળી જમીની સ્તરે કાર્ય કરી પાર્ટીને વધુમાં વધુ મજબુત બનાવી ચુંટણીમાં ભવ્ય વિજય મળે તેવા પ્રયતન કરવા જોઈએ.


Share to

You may have missed