November 21, 2024

સામાજિક સંસ્થાઓ નું ભગીરથ કાર્ય:આઈસ્ક્રીમ અને ચપ્પલ નું વિતરણ કરાયું

Share to

ઈકરામ મલેક (રાજપીપળા) નર્મદા બ્યુરો ચીફ

નર્મદા જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં વસતા ડુમખલ કોકમ સરિબાર, કણજી,પીપલોદ, કોલીવાડા, કુટિલપાડા જેવા ગામોના માનવીઓને માનવ સેવા પરમો ધર્મ ને સાર્થક કરતા અમદાવાદના માનવ સેવા ટ્રસ્ટ. સાથે સહયોગી સંસ્થા નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ડુમખલની ખૂબ મોટી સેવા આ તબ્બકે ઉનાળાની ખૂબ જ ગરમીના સમયમાં ચંપલ ની સેવા માટે એક ઉત્તમ ભગીરથ કાર્ય લઈને આવ્યું


માનવ સેવા ટ્રસ્ટ જશોદા ચોકડી મણી નગર અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન મનોજભાઈ ના અદ્ભુત સેવાના અર્થે આટલા ધોમધખતા તાપમાં અમદાવાદ થી સાહસ કરીને આટલે દૂર સુધી એક સેવાને અર્થે યોગદાન માટે જ્યારે આવી રહ્યા હોય ત્યારે ઉમદા કાર્ય જોઈને એક સ્રી શક્તિ અને સ્ત્રી સશક્તી કરણ નું ઉત્તમ ઉદાહરણ નીવડ્યું છે.


આ માનવ સેવા ના કાર્યમાં ખરેખર ગરમીના સમયમાં નેચરલ વીલેજ ગૃપ નર્મદા ની ટીમ દ્વારા ખૂબ સાથ સહકાર આપવામાં આવ્યો..સાથે સરકારી માઘ્યમિક શાળા ડુમખલના આચાર્યશ્રી સુરેન્દ્ર વસાવા તેમજ NPWF સંસ્થા ડુમખલની સમગ્ર ટીમ સાથે શ્રી ભરત તડવી (NVG) શ્રી સોમાભાઈ તડવી, કમલેશ તડવી, શ્રીમતી પરિધા વસાવા શ્રી ગોપાલ વસાવા કુટિલપાડાના શ્રી રાઘવદાસ અને અન્ય સ્થાનિકો મદદરૂપ રહયા હતા.


Share to

You may have missed