November 22, 2024

માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી

Share to



રિપોર્ટર..નિકુંજ ચૌધરી

માંડવી તાલુકા પંચાયતના સભાખંડમાં આ જ રોજ સામાન્ય સભા તાલુકા પંચાયતઉપ પ્રમુખ આશિષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિકાસના કામોને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરી દ્વારા પીપરીયા ગામ માં વિકાસ કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવામાં આવી હતી. અને આ કામગીરીમાં થયેલ ગેરરીતી ની યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખ આતિશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ,આવી કોઈ બાબત અમારા ધ્યાને આવી નથી અને હશે તો યોગ્ય તપાસ કરીને આપને જણાવીશું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભંડેરી તેમજ તમામ તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.


Share to