ડી એન એસ ન્યૂઝ ભરૂચ -30-04-22
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
સગીરા શાળાએ જતી હોય ત્યારે યુવક પીછો કરીને તેની સાથે લગ્ન કરવા જણાવતો હતો…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી ૧૬ વર્ષીય સગીર યુવતીને એક યુવક દ્વારા સતામણી કરવામાં આવતી હોઇ તે બાબતે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી છે. મળતી વિગતો મુજબ આ ૧૬ વર્ષીય સગીરા હાઇસ્કુલમાં અભ્યાસ કરવા જતી હોઈ અને પોતાના ગામથી અન્ય ગામની હાઇસ્કુલમાં રોજ અભ્યાસ કરવા આવજાવ કરે છે. આ સગીરા શાળાએ જતી આવતી હોય તે દરમિયાન રોશનભાઇ ઉર્ફે પીન્ટો મહેશભાઇ વસાવા નામનો યુવક તેનો પીછો કરતો હતો,અને બળજબરીથી તેને મળવાની કોશિશ કરીને તારે મારી સાથે લગ્ન કરવા પડશે એમ કહેતો હતો. આ સગીરાએ તેને જણાવેલ કે મારે તારી સાથે લગ્ન કરવા નથી.અગાઉ સગીરાએ આ બાબતની જાણ તેના માબાપને પણ કરી હતી.
પરંતું પોતાની ઇજ્જત ન જાય તે માટે ઘરના સભ્યો એ અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી તે દરમિયાન ગત તા.૨૩ મી તારીખ ના રોજ સગીરાના ઘરે મોબાઇલ પર કોઇ અંજાણ વ્યક્તિ નો ફોન આવ્યો હતો, ફોન કરનારે સગીરાની માતાને ગમેતેમ ગાળો અને અપશબ્દો બોલ્યો હતો.. ત્યારબાદ તેઓ ના ઘરના મોબાઇલ નંબરની તપાસ કરતા તે નંબર રોશનભાઇ ઉર્ફે પીન્ટો મહેશભાઇ વસાવાનો હોવાની જાણ થઇ હતી. આ યુવક અગાઉ સગીરા સાથે બળજબરીથી લગ્ન કરવા માટે તેણીનો પીછો કરતો હોઇ અને આ બાબતે રીશ રાખી તેને આવુ વર્તન કરતા સગીરા એ આ યુવક નામ રોશનભાઈ મહેશભાઈ ઉર્ફે પિન્ટો વિરુધ્ધ નજીકના પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
#DNSNEWS
#satishvasava
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.