*હળવદ માં ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન*
*આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ માં થી ખેલાડીઓ ઉમટી પડશે, ચેમ્પિયન ટીમને એક લાખ અગ્યાર હજાર રોકડા તથા અન્ય લાખેલા ઇનામોની વણઝાર*
હળવદમાં નગરપાલિકા પાલીકા, પોલીસ અને રોટરી ક્લબ ના સહયોગથી ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટેનીસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી આગામી ૬.૫.૨૦૨૨ થી પ્રારંભ થશે જેમાં ચેમ્પિયન ટીમને ૧ લાખ ૧૧ હજાર રોકડા અને અન્ય લખણા ઇનામોની વણઝાર રાખવામાં આવી છે.
હળવદ અને ઝાલાવાડ પંથકમાં છેલ્લા ૧૨ વર્ષથી અદભુત પૂર્વક ભારે લોકચાહના મેળવતી ગંગેશ્વર મહાદેવ ટ્રોફી ૬ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રનિંગ કોમેન્ટરી વી આઈ પી ટેન્ટ ચા પાણી વગેરે ખેલાડીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ ટુર્નામેન્ટમાં આઈ પી એલ જેવો રોમાંન્ચ ઉભો કરવામાં આવ્યો છે.આ ટુર્નામેન્ટ માં બેસ્ટ.બોલર, બેસ્ટ મેન, કેચ.મેન ઓફ ધી સીરીઝ, ચેમ્પિયન અને રનસૅપ ટોફી અને રોકડ સહિત અનેક ઇનામોની વણઝાર કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને એક લાખ ૧૧ હજાર રોકડા તથા રનસૅપ ને ૫૧ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર સહીત ટ્રોફી એનાયત કરવામાં આવશે, વધુ માહિતી માટે 9825219895/9909458555/9979939000/9925669990/9879143527/84690 69668.વધુ જાણકારી માટે કોન્ટેક્ટ કરવો. મયાદીત ટીમ લેવાના હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ટીમ લેવામાં આવશે તો તાત્કાલિક ધોરણે પોતાની ટીમ નોંધવી લેવા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
પાર્થ વેલાણી
હળવદ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.