પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ ભરૂચ 17-04-22
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામનો યુવાન ધર્મેદ્રસિંહ હિતેન્દ્રસિંહ પરમાર રહે ફૂલવાડી ઝગડીયા જી આઇ ડી સી માં આવેલ વેલીયન્ટ ઓર્ગેનિક કંપની મા કામદાર તરીકે નોકરી કરી પોતાનુ જીવન ગુજારતો હતો જેને ગતરોજ રોજ બપોરના સમયે કંપની મા ફરજ પર હતા તે દરમિયાન રેએક્ટર નુ ઢાકળું બંધ કરતી વખત ગેસ લાગતા તેઓ ની તબિયત લથડતા કંપની મા પ્રાથમિક સારવાર આપીયા બાદ ઘરે લઈ ગયા હતા ત્યાર બાદ તેની તબિયત વધુ બગડતા વધુ સારવાર અર્થે ઝઘડિયા સેવારૂરલ ખાતે ખસેડાયો હતો ત્યાં તેઓ ને ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યો હતો.આ અંગે જસવંત સિંહ કરશનભાઇ પરમારે રહે ફૂલવાડી નાઓ એ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ કેમિકલ્સ પ્લાંટોમાં કંપની સંચાલકો ની બેદરકારી ના કારણે આવા અકસ્માતોના બનાવો બનતા હોઇ છે જેમા રોજીરોટીની તલાસમાં કામગીરી કરતા નિર્દોષો જીવ ગુમાવતા હોઇ છે. જોકે આ યુવાન નું મોત થતા તેના પરિવાર મા શોકનુ મોજું ફેલાય ગયું હતુ.
#DNS NEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો