November 19, 2024

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

Share to


હળવદના જરૂરિયાત મંદ પરિવારોની વહારે આ યુવાનો હરહંમેશ તૈયાર હોય છે – ભક્તિ નંદન સ્વામી

વેદોમા ઉલ્લેખ નથી તેવો સેવાયજ્ઞ આ ગ્રુપ કરી રહ્યું છે- દિપક દાસ મહારાજ


ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું આયોજન હળવદ ની જાહેર જનતા કે જેઓને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ ન હોય અને જ્યારે લોકોને ઈમરજન્સીમાં બ્લડ ની જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે તેવા હેતુથી લોકો માટે આ વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ આયોજન હળવદની શ્રીજી લેબોરેટરીના સહિયારા સહયોગથી દાતા વિશાલ નરેન્દ્રભાઇ ત્રિવેદીના સહકારથી કરવામાં આવ્યું હતુ જેમાં ૨૫૦ જેટલા લાભાર્થીઓએ આ પ્રોજેક્ટનો લાભ લીધો, આ કાર્યક્રમના અતિથિવિશેષ સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળાના મહંત ભક્તિનંદન સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક દાસ મહારાજ તેમજ ઉમદા વિચાર આપનાર અશ્વિન ચૌહાણ તેમજ બ્રાહ્મણ ની ભોજનશાળા ના ઉપ પ્રમુખ ગિરીશભાઇ જોષી રહ્યા હતા, હળવદના ઇતિહાસમાં આ પ્રથમ વખત પ્રોજેક્ટ કરવામાં આવ્યો હશે ,વધુમાં ગ્રુપના પ્રમુખ અજુભાઈ જણાવ્યું હતું કે અમારી આથી પણ વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને હળવદમાં અમે સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું ,
સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી આશીર્વચન આપ્યા હળવદના આ યુવાનો જે સેવા કાર્ય કર્યા છે તેને તે વંદન કર્યા તેમજ આ યુવાનો જરૂરીયાત મંદ પરિવારની વચ્ચે હર હંમેશ હાજર જ હોય છે એવું પણ જણાવ્યું હતુ તેમજ લક્ષ્મી નારાયણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પોતાના આશિર્વચનમાં વેદોમાં પણ જે યજ્ઞ નો ઉલ્લેખ નથી તેવા સેવાયજ્ઞ આ ગ્રુપ કરે છે તેવું જણાવ્યું હતુ.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના સ્થાપક વિશાલ જયસ્વાલ,ગ્રુપના પ્રમુખ અજજુભાઈ , ઉપ પ્રમુખ બિપીનભાઈ કાપડિયા ખજાનચી મયુર ભાઈ પરમાર સોશિયલ મીડિયા કનવીનર જયદીપ અઘારા તેમજ ગ્રુપ તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

પાર્થ વેલાણી


Share to

You may have missed