November 21, 2024

રાજુલા સુપ્રસિધ્ધ મારુતીધામ ખાતે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા પત્રકાર એકતા સંગઠનની અગત્યની બેઠક મળી જેમા

Share to

હાલતો રાજુલા શહેર ના ગટર ના વહેતા પાણી અંગે તેમજ ગ્રામ્ય વિસ્તારો ના વિકાસ અને વાવાઝોડા ની સહાય બાબતે ચર્ચાઓ કરવામા આવી

વિક્રમ સાખટ રાજુલા
પત્રકાર એકતા સંગઠન નો મુળ હેતુ
આ પત્રકાર એકતા સંગઠન બિન રાજકીય છે અને આ સંગઠન જનતા લક્ષી કામો ન થતા હોય પક્ષ ગમે તે હોય કે પછી સરકારી અધીકારી ઓ ગમે તે હોય જેની કોઈ જાતનો ડર કે શેહ શરમ રાખ્યા વિના માત્ર ને માત્ર જનતા અને શહેર તાલુકાઓ નો ખોરંભે પડેલ અનેક પ્રશ્નો પ્રેસમીડીયા દ્વારા હલ કરવા પ્રયત્નો થશે અને આ બેઠક મા શહેર ના સુપ્રસિધ્ધ મારુતીધામ ધામ ની સાનિધ્ય મા આવેલ તળાવ મા અનેક વખત ડેડબોડી ઓ નિકળે છે તો તળાવના રીનોવેશન અને ફરતી બાઉન્ડ્રી કરવા નગરપાલીકા મા રજુઆત કરાશે અને જનતા ના વિકાસ માટે ની દરેક કાર્યવાહી કરાશે જેમા સોમવાર થી શનિવાર સુધી મા કાર્યવાહી નહી થાય તો પ્રેસમીડીયા દ્વારા જનતા ને જાણ કરાશે તેમજ ખાસ નૌધનીય બાબત એ રહેશે જે પત્રકાર મીત્રો જનતા ની સુખાકારી માટે બિના સ્વાર્થ કોઈ પણ રાજકીય પક્ષો ને સાઈડ મા રાખી મેદાન આવ્યા છે તો જનતા ની પહેલી ફરજ છે કે દરેક વિસ્તાર ના નાગરીકો એ પત્રકાર મીત્રો ને સાથ અને સહકાર આપવો એ જનતા ની ફરજ મા આવે છે અને આ બાબતે દરેક રાજકીય નેતા ઓ ના દરવાજા પણ ખખડાવાશે તેમ મીટીંગ ના અંતમાં સર્વ સંમતિ થી નિર્ણય લેવાયા છે અને બહાલી અપાય છે આ પ્રસંગે દરેક પત્રકાર મીત્રો ની ઉપસ્થિતિમાં બેઠક મા પત્રકારો ની રણનીતી ઘડાય છે


Share to

You may have missed