પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ ભરૂચ 22-03-22
ઝગડીયા તાલુકાની સીતારામ પેપર મિલ માં આગે વિકરાડ સ્વરૂપ ધારણ કરતા ભરૂચ અંકલેશ્વર સહિત ના ફાયર ટેન્ડર આગ ને કાબુ માં લાવા પ્રયાસ હાથ ધારાયા હતા…
આગ લાગતા કામકરતા કામદારો માં નાસભાગ મચી જવા પામી હતી..
અત્રે ઉલ્લેખનીય છે કે આ મિલ પેપર ના પૂંઠા બનાવતી હોઈ જેના પેપર ના ઢગલામા અગમ્ય કારણોસર આગ લાગી હતી…વાત કરવામાં આવે તો આ મિલ માં ફાયર સેફટી ના કોઈ પણ સાધન ના હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ છે….
જયારે ફાયર વિભાગ આગ વધુ હોવાના કારણે પાણી ભરવા માટે નજીક માં આવેલ બોરોસીલ કમ્પની માંથી પાણી માટે સહકાર મળતા આગ પર કાબુ મેળવવા આસાની થઈ હતી જોકે આ આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજી જાણવા મળ્યું નથી… આગ નો બનાવ ની જાણ થતા ઝગડીયા યુ પી એલ, આરતી, ડી સી એમ અને ભરૂચ અંકલેશ્વર ના ફાયર વિભાગ ના કર્મચારીઓ એ ભારે જેહમત બાદ આગ ને કાબુ માં લીધી હતી…
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો