November 4, 2024

વાલિયા તાલુકાના ચમારિયા ના સરપંચ સહિત ના અગ્રણીઓ સામે ફરિયાદ રદ કરવા ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદન પાઠવ્યુ.સાંસદ મનસુખભાઇ વસાવા આરોપીઓ ને સાથે રાખી ગામ માં શાંતિ ભંગ કરતા હોવાનો પણ આક્ષેપ.

Share to



ચમરિયા ગામ ની મહિલાઓ સાથે ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના એ રાજ્યપાલ ને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર ને પાઠવી સાંસદ મનસુખભાઈ વસાવા સામે આરોપીઓને સાથે રાખી ચમારીયા ગામમાં શાંતિ સુલેહ ભંગ કરવાનો આક્ષેપ કરી કાર્યવાહી ની માંગ કરી છે.. ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના પ્રમુખ સહિતના આગેવાનો એ પાઠવેલ આવેદનપત્ર મા જણાવાયુ છે કે ગત તારીખ -18 મી માર્ચના રોજ ધુળેટી ના દિને ચમારીયા ગામના પ્રતીક પ્રવીણભાઈ વસાવાના ઘરે લાલુ અંબુભાઈ વસાવા , વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા , વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રતીક ગોહિલ , હાર્દિક દરબાર , જયદીપ ગોહિલ અને વસંત રમેશ , કિરણ પ્રવીણ , પ્રકાશ સહિતના ટોળું ઘુસી ગયું હતું અને ઘરમાં રહેલ પ્રતીક વસાવાની માતા અને પત્ની સાથે છેડતી કરી માર માર્યો હતો. આટલેથી નહિ અટકતા તેઓએ ગામના તળાવ પાસે ધુળેટી રમતા ગામના છોકરાઓ પર મારક હથિયારો સાથે તૂટી પડી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને આ ઘટનાને દબાવવા માટે તેઓએ ખોટી રીતે નિર્દોષ સાસુ , વહુ અને તેઓના પુત્રો સહિત ગામના સરપંચ રજનીકાંત રાજુભાઇ વસાવા , રાજુભાઇ ઈશ્વરભાઈ વસાવા સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને આ ખોટી ફરિયાદ ઉભી કર્યા બાદ ભરૂચ જિલ્લાના જવાબદાર સાંસદ મનસુખભાઈ વસાવા તમામ આરોપી સાથે ગામમાં શાંતિ ભંગ કરવા તેઓના કાફલા સાથે ધસી આવ્યા હતા જેઓને ગામની મહિલાઓ રજુઆત કરી હતી કે સાચી ઘટના બની છે ત્યાં પણ ચાલો ત્યાં જે નુકશાન થયું છે તે જોઈ લો ત્યારે સાંસદે ઘસીને ના પાડી દીધી હતી આમ સાંસદ પણ આરોપીઓને છાવરે છે અને પોલીસ તંત્ર પર આક્ષેપ કરે છે કે કાર્યવાહી નથી કરતા પરંતુ આ જવાબદાર સાંસદ જ આરોપીઓને સાથ સહકાર આપે છે. અને આ આરોપીઓ પોલીસ સ્ટેશન સામે ભાજપના કાર્યાલયમાં ખુલ્લે આમ ફરે છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે ખોટી ફરિયાદ રદ્દ કરવા સાથે સાંસદ અને તાલુકા ભાજપના પ્રમુખ , તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામા આવે . તેમ નહિ કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચાર વામાં આવી છે.


Share to

You may have missed