મોંઘવારી વધતા કોન્ટ્રાક્ટર અને બિલ્ડરોએ પ્રોજેક્ટના કામ અટકાવ્યાહાય રે મોંઘવારી, છેલ્લા 15 દીવસમાં સળિયા અને સિમેન્ટના ભાવમાં20 થી 25 ટકાનો ઉછાળો: રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો માર હવે સ્થાનીક બજાર ઉપર

Share to

:


રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો માર હવે સ્થાનીક બજાર ઉપર પડી રહ્યો છે. છેલ્લા 15 જ દિવસોમાં સળિયા અને સિમેન્ટના ભાવમાં તેજગતિએ ભાવ વધારો થઈ રહ્યો છે. પંદર દિવસ પેહલા સળિયા 60 થી 65 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતાં એ હવે પ્રતિ કિલોએ 80 થી 86 રૂપીયાના ઉચા ભાવે વેચાણ થઈ રહ્યું છે .તે સાથે સીમેન્ટ અને કેમિકલનો ભાવ પણ વધી રહ્યો છે. તેના કારણે બિલ્ડરોએ ઘણા પ્રોજેક્ટ ઉપર કામ રોકી રહ્યાં છે. જો યુદ્ધ હજુ લાંબા સમય સુધી ખેંચાશે તો આવનારા દિવસોમાં 10 થી 25% સુધી તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારો જોવા મળશે.


21000 હજાર રૂપિયાનો બોજો વધશે
એક અનુમાન મુજબ જો 10 એમએમ સળિયાનો ઉપયોગ 1000 સ્ક્વેર ફીટનું સ્લેબ ભરવા માટે કરિયે તો સ્લેબ લેવલમાં ઓછામાં 1050 કિલો સળિયા જાય. જે હાલના પ્રતિકીલો 85 રૂપિયા ભાવે 89 હજાર 250 રૂપિયા થાય. હવે જૂના અને નવા ભાવ પ્રમાણે રૂપીયા સામાન્ય વ્યક્તિ ને 21 હજાર રૂપિયાનાનો બોજો પડસે.
ભાવ વધારાનું કારણ
લોખંડ પોલાદ બનાવતી કંપનીઓમા કાચો માલ અને રો – મટીરીયલની અછત સર્જાઈ છે જેનુ મુખ્ય કારણ રસિયા યુક્રેનનું યુદ્ધ છે. આ બે દેશોએ પોતાની નિકાસ બંધ કરતા ભારતીય બજાર વિદેશોમાં કાચો માલ નિકાસ કરવા લાગ્યા છે. આમ વધુ નફાની કમાણી માટે ભારતિય બજારોમાં રો – મટીરીયલની અછત સર્જાઈ રહી છે.બીજી તરફ આ યુધ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને કોલસાનો ભાવ વધ્યો છે. આથી ટ્રાન્સપોર્ટેશનો ખર્ચ વધશે. આમ આ કારણોથી કન્ટ્રકશનના માલસામાનના ભાવમાં 25 ટકા સુધીનો વધારો છેલ્લા 15 જ દિવસમાં થયો છે.
પરેશ પટેલ મહાવીર સ્ટીલ નેત્રંગકોન્ટ્રાક્ટર અને બિલ્ડરોએ મકાનના કામ અટકાવ્યા

ખાનગી કામો કરતાં કોન્ટ્રાક્ટરની સ્થિતિ ગંભીર બની છે. નામ ન આપવાની શરતે કોન્ટ્રાક્ટ સાથે ટ્વીટ દૂરદર્શી ન્યુઝની ટીમે વાત કરી હતી. જ્યાં વ્યથા ઠાલવતા કન્ટ્રકશન કોન્ટ્રાક્ટરે કીધું હતું કે, પંદર દિવસ પેહલા કન્ટ્રકશનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જે સમયે સળીયા અને સિમેન્ટનો ભાવ ઓછો હતો હવે પંદર દિવસ કરતાં પણ ઓછા સમયમા સળીયાના ભાવ પ્રતિકિલો 60 થી 65 રૂ.થી લઈ સીધા 84 થી 86 રૂપિયા પોહચી ગયા છે. હવે કોન્ટ્રાક્ટ જુના ભાવ પ્રમાણે ડીલ થયેલી હતી અને અચાનક ભાવ વધી જતાં કામ કેમનું કરવું એ સમજાતું નથી. આથી ચાર જેટલા મકાનોના સ્લેબનું કામ અટકાવી દીધું છે.આજથી સીમેન્ટના ભાવમાં 10 ટકા નો વધારો
ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે તો ફરી ટ્રાન્સપોર્ટેશનના નામે ફરી સીમેન્ટ, સળિયાના ભાવમાં વધારો થશે.જોકે આજથી સિમેન્ટના ભાવ માં ફરી 10 રૂપીયાનો વધારો ઝીંકાયો છે.બાધકામ ક્ષેત્રે મજુરી કરતાં લોકોની હોળી બગડવાના એંધાણ
ભરુચ, નર્મદા, દાહોદ અને પંચમહાલ જિલ્લાના સૌથી વધુ આદિવાસીઓ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરે છે. ભરૂચ અંકલેશ્વરથી લઈ કોસંબા અને છેક સુરત સુધીના શહેરોમાં વસી બાંધકામ ક્ષેત્રે રોજગારી મેળવે છે. ત્યારે હોળીનો ઉત્સવ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે. કન્સ્ટ્રક્શનના મટીરિયલમાં ભાવ વધારો થતાં પ્રોજેક્ટનું કામકાજ બિલ્ડરોએ ઠપ્પ થયુ છે. આ કામકાજ ઠપ્પ થતાં મજુરી કરતાં લોકોની હોળી બગડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.છેલ્લા પંદર દિવસના ભાવ

સળીયા 25 ફેબ્રુઆરી 13 માર્ચ
(પ્રતિકિલો)
1 બ્રાન્ડેડ 65 85

2 લોકલ. 60 80

સિમેંટ (પ્રતિબેગ )
1 બ્રાન્ડેડ 375 385

2 લોકલ. 365 375


Share to

You may have missed