October 17, 2024

તક્ષશિલા અને પતંજલિ સ્કુલ અને કોલેજમાં ગુજરાતના હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની મુલાકાત

Share to



તક્ષશિલા અને પતંજલિ સ્કુલ અને કોલેજમાં ગુજરાતના હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ મુલાકાત લીધી હતી.ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા ‘ ફાટેલી નોટ ‘ પાઠના લેખકે વિદ્યાર્થીઓ સાથે હાસ્યની છોળો ઉડાડી.
તક્ષશિલા સંકુલ ખાતે ડો. જગદીશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓ સાથે સાક્ષાત્કાર કર્યો હતો. તક્ષશિલા સંકુલના ટ્રસ્ટી રમેશ કૈલાએ ડો. જગદીશ ત્રિવેદીનું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. ડો. જગદીશ ત્રિવેદીએ સ્વામી રામતીર્થનુ ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ભણવા માટે હાકલ કરી હતી. નાનપણમાં દાળભાત જમવાના રુપિયા ન હતા પણ શિક્ષણ મેળવ્યા પછી રામતીર્થ કેવી રીતે મહારાજા જેટલી તેજસ્વીતા પ્રાપ્ત કરી હતી તે સમજાવતા કહ્યું કે જહાજમાં રાજા બેઠા તો રામતીર્થ ઉતરી જતા બોલ્યા હતા કે એક જહાજમાં બે મહારાજા ન રહી શકે. આ સાથે પતંજલિ નર્સિંગ સ્કુલ ખાતે ઝાલાવાડના પ્રસિદ્ધ કવિ જશુભાઈ મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરનાર જયમંત દેવનો અલ્પેશ સિણોજીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

પાર્થ વેલાણી


Share to

You may have missed