યુપીમાં કોંગ્રેસ-બસપાને જેટલા ફેઝમાં ચૂંટણી થઈ તેટલી પણ બેઠકો ન મળી

Share to(ડી.એન.એસ.) ન્યુદિલ્હી, તા.૧૦
ઉત્તર પ્રદેશની જનતાએ ફરી એકવાર મોદી-યોગીની ડબલ એન્જીન સરકાર પસંદ કરી છે. મત ગણતરી શરુ થયાના ૨ કલાકમાં જ ભાજપ ટ્રેન્ડમાં ૨૫૦થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. પરંતુ ટ્રેન્ડએ પણ દર્શાવી રહ્યો છે કે યોગી ગઇ વખતની ચૂંટણીવાળા પરર્ફોર્મન્સમાં નથી દેખાયા. ગઇ વખત ૩૧૨ બેઠકો ભાજપના ખાતે ગઈ હતી. ભાજપને આશરે ૫૦ બેઠકનું નુકસાન થઈ રહ્યું છે અને તેનો ફાયદો અખિલેશ ઉઠાવી રહ્યા છે. સપાને ૬૦ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ બસપા અને કોંગ્રેસની છે, જે અત્યાર સુધી ૧૦નો આંકડો પણ સ્પર્શી નથી શકી. કોંગ્રેસ તો સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં જ ત્રીજા નંબર પર ચાલી રહી છે. અહીં ભાજપની અદિતી આગળ ચાલી રહી છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી આગળ છે અને અખિલેશ યાદવ કરહાલથી આગળ છે, પરંતુ કાશી વિશ્વનાથ સીટ પરથી ભાજપના ઉમેદવાર નીલકંઠ તિવારી પાછળ ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે અમારા જીતી રહેલા ઉમેદવારોના નામ વેબસાઈટ પર ઝડપી અપલોડ કરવામાં આવે. તે સાથે જ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે ધીરજ બનાવીને રાખે ૧૦૦ બેઠકોનું અંતર ૫૦૦ વોટ જેટલુ જ છે. ગોરખપુરથી યોગી આદિત્યનાથ ૫૧,૦૦૦ વોટથી આગળ ચાલી રહ્યા છે જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી ૨૬૦૦૦ વોટથી આગળ છે. સિરાથૂ બેઠક પર કેશવ પ્રસાદ મોર્ય ૨૮૨૧ વોટોથી પાછળ ચાલી રહ્યા છે. અમેઠી બેઠક પર સંજય સિંહ ૧૧૬૪ વોટથી પાછળ ચાલી રહ્યા છે. મથુરા બેઠકમાં ભાજપના શ્રીકાંત શર્મા ૨૩૯૨૮ના જંગી અંતરથી આગળ ચાલી રહ્યા છે. અયોધ્યા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વેદ પ્રકાશ ૮૪૩૫ વોટથી આગળ ચાલી રહ્યા છે. લખનઉની ૯ સીટમાંથી ૬ પર મ્ત્નઁ આગળ છે. લખનઉ કેન્ટથી મ્ત્નઁ ઉમેદવાર બ્રજેશ પાઠક ૧૩૪૩ વોટથી આગળ, લખનઉ મધ્યથી મ્ત્નઁ ઉમેદવાર રજનીશ ગુપ્તા ૨૦૯૪ વોટથી આગળ, લખનઉ પશ્ચિમથી મ્ત્નઁ ઉમેદવાર અંજનિ શ્રીવાસ્તવ ૮૭૫ વોટથી આગળ, મ્દ્ભ્‌થી મ્ત્નઁ ઉમેદવાર યોગેશ શુક્લા ૭૦૯ વોટથી આગળ, લખનઉ પૂર્વથી મ્ત્નઁ ઉમેદવાર આશુતોષ ટંડન ૨૦૫૮ વોટથી આગળ, મલિહાબાદથી મ્ત્નઁ ઉમેદવાર ૧૨૯૫ વોટોથી આગળ, મોહનલાલ ગંજથી સપા ઉમેદવાર સુશીલા સરોજ ૬૭૧ વોટોથી આગળ, લખનઉ ઉત્તરથી સપા ઉમેદવાર પૂજા શુક્લા ૨૨૦૫ વોટોથી આગળ, સરોજીની નગરથી સપા ઉમેદવાર અભિષેક મિશ્રા ૧૧૦૬ વોટોથી આગળ છે. આગળઉત્તર પ્રદેશની અયોધ્યાની કુલ ૫ સીટમાંથી ૪ સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. એક સીટ પર સપા આગળ છે. અયોધ્યાવી ગોસાઈગંજ વિધાનસભા સીટથી સપા ઉમેદવાર અભય સિંહ ૨૬૦૦ સીટથી આગળ ચાલી રહ્યા છે અને અહીં ભાજપ ઉમેદવાર આરતી તિવારી પાછળ છે.


Share to

You may have missed