હર ઘર મોદીનું સૂત્ર સાર્થક થયુંપાંચ રાજ્યોની મતગણતરીમાં ૪ રાજ્યોમાં ભાજપનો ભગવા

Share to(ડી.એન.એસ.), તા.૧૦
ન્યુદિલ્હી
ઉત્તર પ્રદેશમાં અંદાજે ૩૭ વર્ષ પછી આવું થઈ રહ્યું છે કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ છે. યુપીમાં ૨૦૧૭ અને ૨૦૨૨માં બીજેપી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આ પહેલાં આવું વર્શ ૧૯૮૦, ૧૯૮૫માં થયું હતું કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ હતી. ત્યારે કોંગ્રેસે વર્ષ ૧૯૮૦માં ૩૦૯, ૧૯૮૫માં ૨૬૯ સીટો સાથે સરકાર બનાવી હતી. દેશના સૌથી મોટા રાજકીય હબ યુપીની વિધાનસભા ચૂંટણીનું આજે રિઝલ્ટ આવશે. આ પરિણામ બતાવશે કે આવનારા ૫ વર્ષ અહીંની ૨૪ કરોડ વસતિ પર કોણ શાસન કરશે. રાજ્યમાં ૨૫ દિવસમાં થયેલા ૭ તબક્કાના વોટિંગમાં % મતદાન થયું. મુખ્ય જંગ ભાજપ અને સપા વચ્ચે છે. ગઈ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ ૩૧૨ સીટો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે સપાને ૪૭ સીટો મળી હતી. બસપાને સપાથી વધુ વોટ શેર મળ્યો હતો, પરંતુ સીટો માત્ર ૧૯ જ મળી હતી. આ વખતે ભાજપે કૈરાનાના પલાયન, ગુંડા-માફિયા અને બુલ્ડોઝરને મોટો મુદ્દો બનાવ્યો તો વિપક્ષે લખીમપુર હિંસાને લઈને સરકારને ઘેરી હતી.ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં ઝડપથી તસવીરો બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં રુઝાનમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાંજે બીજેપી હેડક્વાર્ટર પર સાંજે વિજયોત્સવ મનાવશે અને મોદી કાર્યકર્તાઓને સંબોધન કરે તેવી પણ શક્યતા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની બહુમતની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરાખંડ-ગોવામાં પણ બીજેપીની સરકાર બનવાના અણસાર દેખાય છે. પંજાબમાં પટિયાલા સીટ પરથી કેપ્ટન અમરિંદરની હાર થઈ છે. કેપ્ટન અમરિંદર અહીં ૧૩ હજાર વોટથી હાર્યા છે. સુખબીર બાદલ પણ ૧૨ હજાર વોટથી હાર્યા છે. પંજાબમાં ૧૧૭ વિધાનસભા સીટો માટે આજે મતગણતરી થશે. તેના માટે મતદાન ૨૦ ફેબ્રુઆરીના રોજ થયું હતું. તે પછી ઈફસ્ને સ્ટ્રોગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. પંજાબમાં કોંગ્રેસ સત્તા બચાવવા માટે પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ અકાલી દળ ૫ વર્ષ પછી સત્તામાં પરત ફરવા માટે આતુર છે. આમ આદમી પાર્ટી લોકોના મનમાં ફેરફારના ભાવને વોટમાં ટ્રાન્સફર કરીને સરકાર બનાવવાની કોશિશમાં છે. બીજી તરફ ભાજપ પણ પ્રથમ વખત પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને મેદાનમાં ઉતરી છે. દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં મત ગણતરી શરૂ છે. તેવામાં રાજ્યની ૪૦ બેઠકો પર સિંગલ ફેઝમાં ૧૪ ફેબ્રુઆરીથી વોટિંગ થયું હતું. જેના પર ૩૦૧ ઉમેદવારો જીત માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી ભાજપના ૪૦, કોંગ્રેસના ૩૭, છછઁના ૩૯, ્‌સ્ઝ્‌રના ૨૬, સ્ય્ઁના ૧૩ અને અપક્ષના ૬૮ ઉમેદવારો છે. જેમાં કુલ ૧૧.૫૬ લાખ કુલ વોટર્સ પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૨ સમયથી ગોવાની સત્તા મ્ત્નઁ પાસે છે. જાે ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ભાજપે નાની-નાની પાર્ટીને પોતાની સાથે જાેડી અહીં સરકાર બનાવી દીધી હતી. તેવામાં આ ચૂંટણીમાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી (ય્હ્લઁ) સાથે મળીને ચૂંટણી લડી છે.


Share to

You may have missed