યુદ્ધનો માહોલ થોડીવાર માટે બદલાઈ ગયોયુક્રેન સૈનિકે ચેક પોઈન્ટ પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

Share to(ડી.એન.એસ)સ્વિટ્‌‌ઝર્લેન્ડ,તા.૧૦
યુક્રેનના સૈનિક કીવમાં એક ચેક પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યાં છે. ત્યારે એક કાર ત્યાં આવીને ઉભી રહી જાય છે, તેમાંથી એક યુવતી બહાર આવે છે અને બીજી જ પળમાં એક સૈનિક એ યુવતીની સામે ઘૂંટણીયે બેસી જાય છે. યુવા સૈનિક નીચે બેસીને યુવતીને પ્રપોઝ કરે છે. સૈનિકાના આ અંદાજને કારણે યુદ્ધનો માહોલ જરાક વાર માટે બદલાઈ ગયો હતો. તમામ સૈનિક મળીને તાળી વગાડવા લાગ્યા હતા. કેટલાક લોકો આ પળને મોબાઈલમાં કેદ કરતા જાેવા મળ્યા હતા. આ વીડિયોને જ્રાીહઙ્ઘૈજખ્તૈહ્વર્જહ નામના ઓફિશિયલ ટ્‌‌વીટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધી ૧૦ લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. દોઢ મિનિટના વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર બહુ જ પસંદ કરી રહ્યાં છે. રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આવેલો આ વીડિયો દરેકને પસંદ આવી રહ્યો છે. લોકોએ આ પળને ખુશીની પળ ગણાવી છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દિલને સ્પર્શી જાય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને જાેઈને કોઈ પણ દિલ દઈ બેસશે. આ વીડિયો યુક્રેનના એક સૈનિકનો છે, જે ચેક પોઈન્ટ પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતો જાેવા મળ્યો હતો. આ રોમેન્ટિક પળ તેના સાથીઓએ કેમેરામાં કેદ કરી લીધી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુક્રેનની રાજધાની કીવનો હોવાનું કહેવાય છે. યુક્રેનના સૈનિકનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો દિલ ખોલીને તેના વખાણ કરી રહ્યાં છે.


Share to