October 23, 2024

આ કૌભાંડમાં ૩ શખ્સોના નામ ખુલ્યામોટા કેરાળા નથુપુરાની સીમમાંથી વિજ અને ખનીજ ચોરી ઝડપાઈ

Share to



(ડી.એન.એસ)સુરેન્દ્રનગર,તા.૦૯
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના મોટા કેરાળા નથુપુરા સીમમાં કાળા પથ્થરની ખાણમાં ચાલતું ગેરકાયદેસર ખોદકામ તેમજ વીજચોરી અંગે જી.યુ.વી.એન. વડોદરા વિજિલન્સ અધિકારીએ ઇન્ફર્મેશન બેઇઝ પરથી ચાલતી ગેરકાયદેસર ખાણ પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ૧૦૦નું એક ટી.સી., ૧૩ સ્ટાર્ટર કોટેડ ૧૦૦ મીટર વાયર ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કનેક્શન વડીયા ફીડર ૧૧સદમાંથી લેવામાં આવ્યું હતું. જેને લઈ અંદાજે રૂ. ૧.૭૫ કરોડનો દંડ વીજચોરોને ફટકારવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન મોરબી, ભાવનગર વિજિલન્સની કુલ છ ટીમો સહીત, સાયલા મામલતદાર, સુરેન્દ્રનગર ખાણ ખનીજ, સુરેન્દ્રનગર એસી જિલ્લા પ્રાંત અધિકારી સોલંકી સહિતનાઓએ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. કાળા પથ્થરની ખાણ પરથી બે હિટાચીને પણ કબ્જે લેવામાં આવ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતું મસમોટું પાવર ચોરી તેમજ ખનીજ ચોરીનું કૌભાંડ જી.યુ.વી.એન. વડોદરાના અધિકારીએ ઝડપી પાડતા સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતો તેમજ પબ્લિકને વિજ પુરવઠો પૂરતો મળતો નથી ત્યારે આવા ભુમાફિયાઓ દ્વારા મસમોટા ટીસી મૂકી અને ગેરકાયદેસર વેપલો ચલાવી રહ્યા છે. સાયલા તાલુકાના મોટા કેરાળાથી નથુપુરા જવાના રસ્તે સીમ વિસ્તારમાં આવેલી જમીનમાં ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો દ્વારા ગેરકાયદે ટ્રાન્સફેર્મર મુકી મોટા પાયે વિજ ચોરી કરાતી હોવાની ઉચ્ચ સ્તરે ફરીયાદો ઉઠી હતી. જેના પગલે વિજ વિભાગની વીજીલન્સ ટીમે મોડી રાતે છાપો મારતા વીજચોરીનું મોટું કારસ્તાન ઝડપી પાડયું હતું. વડોદરા વડી કચેરી દ્વારા ખાનગી રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં સ્થાનિક તંત્રને ઉંઘતુ રાખી દરોડામાં રૂ. ૧.૭૫ કરોડની વિજચોરી ઝડપાતા ચકચાર મચી છે. વડોદરાની વડી કચેરી દ્વારા આદેશો છૂટતા મોરબી, ભાવનગર વિજીલન્સ તેમજ સુરેન્દ્રનગર કચેરીની ટીમ દ્વારા ખાનગી ઓપરેશન હાથ ધરીને રાતના સમયે કેરાળાની સીમમાં છાપો મારતા ગેરકાયદે ટ્રાન્સફોર્મર રાખી તેમાંથી ૧૩ પાણી ખેંચવાની મોટર મુકી કરાતી વિજ ચોરી પકડી પાડી હતી. સીમ વિસ્તારમાં ૧૦૦ સદનું ટ્રાન્સફોર્મર ખડકી કરાતી વિજ ચોરીના સ્થળેથી તંત્ર દ્વારા ટ્રાન્સફેર્મર સાથે ૧૩ સ્ટાટર્સ તેમજ વાયર જપ્ત કર્યા હતા. ખાણ પર પડેલા બે હિટાચી મશીન(કિંમત આશરે રૂ. ૫૦ લાખ)ના કબજે કરી રૂ.૧.૭૫ કરોડની વિજચોરીનો દંડ ફ્ટકારતા ખનીજચોરોમાં દોડધામ મચી હતી. વિજ વિભાગ દ્વારા દરોડા સમયે વિજીલન્સની ટીમ સાથે પીજીવીસીએલના ડીવાયએસપી તેમજ પોલીસ કાફ્લાને જાેડે રાખી કરેલી કાર્યવાહી દરમિયાન બનાવ સ્થળે અંધારામાં નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. મોટા કેરાળાની સીમમાં ગેરકાયદેસર ધમધમતી ખાણ પરથી મોટા પાયે વીજચોરી કરવાનું કારસ્તાન પકડાયાની જાણ કરાતા લીંબડી પ્રાંત અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા ખાણ-ખનીજ વિભાગનો સ્ટાફ, મામલતદાર તેમજ સાયલા પોલીસ પણ સ્થળ પર આવીને વધુ તપાસ આદરી હતી. વીજચોરી બાબતની કાર્યવાહીમાં તંત્ર દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં રાહુલ જેરામભાઇ રામાણી, લાખુ કરપડા તેમજ જલા રણછોડભાઇ રબારી દ્વારા ગેરકાયદે ટ્રાન્સફેર્મર મૂકી ૧૩ જાેડાણો થકી વિજ લાઇનમાં ચેડા કરી મોટા પ્રમાણમાં વિજ પુરવઠો વપરાતો હોવાનું ખુલ્યુ હતું.


Share to

You may have missed