October 23, 2024

આજે વિશ્વ મહિલા દિવસે નેત્રંગ તાલુકામાં ફિટકાર વરસાવતી ધટના 14 વર્ષીય બાળકીને નરાધમે પિખી નાખી.

Share to

DNS NEWS

ભરૂચ જિલ્લા ના નેત્રંગમાં ટેમ્પો ચલાવતો મુકેશ રાજા ભરવાડ નામનાં નરાધમે 14 વર્ષિય બાળકીને પીંખી નાખી હતી. નેત્રંગ પોલિસ સ્ટેશનમાં આવેલી અરજી અને ભોગ બનનાર પિતાની જુબાની પ્રમાણે ધટના નીચે પ્રમાણે બની હતી. નેત્રંગ તાલુકાના એક ગામમા સોમવારે રાત્રે નવેક વાગ્યેના સમયે ઘરમાં દિકરીને ન જોતા પિતાએ દીકરીને શોધખોળ આદરી હતી. જ્યાં ફળિયામાં આવેલાં એક ઘરના ધાબા ઉપર બાળકીના પિતા શોધખોળ દરમિયાન ઉપર ગયા હતા. જ્યાં દીકરીને બંધક બનાવી નરાધમ દુષ્કર્મ આચરી રહ્યો હતો. પિતાએ ત્યાંથી બાળકીને બચાવી લીધી હતી. અને નરાધમ ત્યાંથી ફરાર થવાની ફિરાકમાં હતો. નરાધમ ઘર પાસે જ રહેતો હોવાથી દિકરીના પિતા કેહવા જતાં ઉલ્ટા ચોર કોતવાલ કો દાટે જેવો ઘાટ થયો હતો. જ્યાં ભોગ બનનાર દિકરીના પિતાને નરાધમ મુકેશ રાજા ભરવાડે ઉપરાણું લઈ ઘરના સભ્યો સાથે મળી ભોગ બનનાર દીકરીના પિતાને ઢોરમાર મારરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. માં બેન સમાડી ગાડો ભાંડીને માથાના ભાગે ઇટ મારી ઇજા પહોંચાડી હતી. જ્યાં બૂમાબૂમ થતાં દીકરીના માતાએ વચ્ચે પડી દીકરીના પિતાને મારથી બચાવ્યો હતો. પિતાને વધુ ઇજા થતાં નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પોલિસે ભોગ બનનારની અરજી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.એક સ્ત્રી તરીકે સ્ત્રી જોડે ખોટું કરનારને છાવરવા માટે ભોગ બનેલા ગરીબને ઢોર માર મારવો કેટલું યોગ્ય કેહવાય ?


ભોગ બનનાર દીકરીના પિતાને માર મારવામાં દુષ્કર્મ કરનાર નરાધમના ઘરની સ્ત્રીઓએ પણ હાથ ઉપાડ્યો હોવાનું સામે આવ્યુ હતું. એક સ્ત્રી તરીકે સ્ત્રી જોડે ખોટું કરનારને છાવરવા માટે ભોગ બનેલા ગરીબને ઢોર માર મારવો કેટલું યોગ્ય કેહવાય ? આ ધટના ખરેખર નિદનીય છે. વાત આટલે અટકતી નથી ગરીબ કુટુંબ હોવાથી લાલચ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આમ, ખોટું કરવા અને ખોટાં કામો માં સાથ આપનાર બને વ્યકિત સરખા દોષી સાબિત થાય છે. નેત્રંગ, દેડિયાપાડા, ઝગડીયા આ તમામ તાલુકામાં હવે ગેગ રેપ જેવી ધટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે લોકો અને તમામ સમાજે ચેતવાની જરૂર છે. સમાજમાં આવી ધટના નીદાને પાત્ર છે. જ્યાં આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ એવી લોક માગ ઉઠવા પામી છે..


Share to

You may have missed