પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ ભરૂચ -06-03-22
રેત માફિયા દ્વારા નર્મદા નદી માં પુલીયું બનાવી દેતા માછી મારી કરવા જતા માછીમારો ની હાલત કફોડી બની
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ભાલોદ થી ઝનોર સુધી રેતી માફિયા ઓ દ્વારા નર્મદા નદી ઉપર ગેરકાયદેસર અનેક પુલીયા બનાવી દેતા માછી મારી કરવા જતા માછીમારો ની રોજી રોટી છીનવાઈ માછીમારો ની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે પુલીયા બનાવાના કારણે નાવડી ને અવરજવર નો માર્ગ પણ ન રહેતા આજરોજ ભાલોદ ગામના અનેક માછી મારો એ પોતાની નાવડી લઈ સ્થળ પર જઈ મીડિયા ને સંપર્ક કરતા મીડિયા એ પણ સ્થળ નિરીક્ષણ કરતા નર્મદાની વચ્ચે આડું પુલીયું બનાવી તેમાં મોટા ભૂંગડા નાખી દેતા માછીમારી કરતા મછવારા ઓ ને માછી મારી કરવામાં અડચણ ઉભી થતા માછીમારો તંત્ર વિરુદ્ધ રોસે ભરાયા હતા…
તથા તંત્ર ને રજુઆત કરી હતી કે આવા ગેરકાયદેસર પુલીયા દૂર કરી રેત માફિયા પર સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પેહલા ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા લીઝ માફિયા વિરુદ્ધ ઉગ્ર બનતા કેટલાય લીઝ ધારકો એ બનાવેલ પુલીયાઓ ને તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી આંનદ ફાંણદ માં કરવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે આ વિસ્તાર માં રેતમાફિયા દ્વારા નર્મદા નદી માં કેટલાય પુલીયા બનાવી ગેરકાયદેસર રેતી નું વહન બિન્દાસ કરવામાં આવે છે તો શુ તેના થી તંત્ર અજાણ છે કે પછી ખાણ ખનીજ વિભાગ અને તાલુકાના સરકારી બાબુઓ રેતમાફિયા ની મિલી ભગત થી આ બધી પ્રવુતિઓ દિવસ રાત ચાલતી રહે છે…તે એક મોટો પ્રશ્ન છે…
અગાઉ પણ રેતી ના ટ્રક ચાલકે ત્રણ લોકો ના જીવ લેતા ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ રેત માફિયા ના કારનામા ને લઈ અધિકારીઓ પર લાલપીડા થઈ જાહેર માં ખખડાવ્યા હતા ..જેના થી સ્પષ્ટ થાય છે કે આ બધું તાલુકાના અધિકારીઓ ના રહેમરાહ નીચે ચાલે છે જેના થી સામાન્ય માણસો ને ભોગવવાનો વારો આવી રહ્યો છે…….ત્યારે હવે મીડિયા ના એહવાલ બાદ માછીમારો ની વહારે પણ શુ સાંસદ મનસુખભાઇ વસાવા એજ આવુ પડશે ! કે પછી આવા રેતમાફિયા વિરુદ્ધ તંત્ર કોઈ કાર્યવાહી કરશે ? તે હવે જોવું રહ્યું…
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો