December 3, 2024

પેટ્રોલ સૂંઘવાની આદતથી તમને નુકશાન થઈ શકે છે

Share to

ઘણા લોકોને ધુમ્રપાન કરવાની લત હોય છે, ઘણાને પરફ્યુમની સ્મેલ ગમે છે, ઘણાને માટીની સ્મેલ ગમે છે ત્યારે સામાન્ય રીતે અનેક યુવાઓને પેટ્રોલની જે સ્મેલ આવતી હોય તે સૂંઘવી ગમતી હોય છે પરંતુ આ એક ખરાબ આદત છે. જેને સ્નીફિંગ પેટ્રોલ કે સ્નીફિંગ ગેસોલીનના નામથી ઓળખવામાં આવે છે. પેટ્રોલ સૂંઘવાથી નશો આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે કારણ કે તેની સીધી અસર આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર પડે છે. પેટ્રોલની સ્મેલની ઊંડી અસર આપણા મગજ પર  પડે છે જેમાં રહેલું લેડ અનેક બીમારીઓની જડ છે. તે મોતનું કારણ પણ બની શકે છે. યંગ જનરેશનમાં આ લતનું ફેલાવવું એ ચિંતાનો વિષય છે. અનેક લોકો તેનો ડ્રગ્સના વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે. સ્વાસ્થ્યને તેનાથી અનેક નુકસાન થાય છે.  પેટ્રોલ સૂંઘવાની લતથી ઘણા નુકસાન થાય છે જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો કે બળતરા, મળમાં લોહી, ચક્કર આવવા, ચિડચિડિયાપણું, મૂડ સ્વિંગ, ભૂખ ઓછી લાગવી, ઊંઘ ઓછી આવવી, ડિપ્રેશન, બેહોશી, માથાનો તેજ દુખાવો, વધુ પડતો થાક, શારીરિક નબળાઈ, અન્નનળીમાં બળતરા, પેટમાં દુખાવો, આંખોનું વિઝન નબળું પડવું, લોહી સાથે કે લોહી વગર ઉલ્ટી જેવા નુકશાનો થાય છે.  પેટ્રોલ સૂંઘવાની આદત છોડવવા માટે  તમારા નજીકના લોકો પર નજર રાખો ક્યાંક તેઓ પેટ્રોલ સૂંઘવાની આદત તો નથી ધરાવતાને, પેટ્રોલ પંપ પર ફ્યૂલ ભરાવતી વખતે માસ્કનો ઉપયોગ કરો, ટેન્શનને દૂર કરવા માટે પેટ્રોલ સૂંઘવાની આદત ન રાખો, આ પરેશાનીને લઈને સમાજમાં જાગૃતતા ફેલાવવાની જરૂર, કોઈ વ્યક્તિને જાે આ લત ન છૂટતી હોય તો તેને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલો.  લોકોને પેટ્રોલ સૂંઘવાની લતથી આઝાદી અપાવવા માટે ઓપલ નામના ગંધ મુક્ત પેટ્રોલને લોન્ચ કરાયું હતું. જેમાં લેડની માત્રા ખુબ ઓછી હોય છે અને તેમાં સુગંધિત હાઈડ્રોકાર્બનનો પણ ઓછો ઉપયોગ થાય છે. તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી પેટ્રોલ સૂંઘવાની આદતમાં પણ કમી લાવી શકાય છે. પરંતુ ઓપલ એટલું મોંઘુ છે કે ભારત જેવા દેશમાં તેનો વ્યાપ વધારવો મુશ્કેલ છે.

DNSNEWS/Satish_Deshmukh


Share to