December 4, 2024

માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીનો ભરૂચ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share to



ભરૂચઃગુરૂવારઃ- જિલ્લા પ્રભારી અને માર્ગ-મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી તા.૨૫/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે કે.જે.પોલીટેકનિક ભરૂચ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. સવારે ૧૧:૦૦ કલાકે આયોજન ભવન ભરૂચ ખાતે યોજાનારી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે ૦૩:૦૦ કલાકે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ધ્વારા ભરૂચ(ભોલાવ રોડ) ખાતે નવિન બસ સ્ટેશનના ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૦૪:૦૦ કલાકે નાહિયેર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરના રોડના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૦૬:૦૦ કલાકે જંબુસર તાલુકાના કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવના મંદિરે જશે.


Share to