October 22, 2024

દેશમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ ૫૪૧ આતંકી ઘટના નોંધાઈ

Share to



(ડી.એન.એસ),કાશ્મીર,તા.૦૩
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ અત્યાર સુધીમાં ૫૪૧ આતંકવાદી ઘટનાઓ નોંધાઇ હતી અને આ ઘટનાઓ દરમિયાન ૪૩૯ આતંકવાદી માર્યા ગયા હતા. બજેટ સેશનમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટનાઓમાં ૯૮ આમ નાગરિકોના પણ મોત થયાં હતાં. આ ઉપરાંત ૧૦૯ સુરક્ષા જવાનો પણ શહીદ થયાં હતાં. જાે કે લગભગ ૫.૩ કરોડની ખાનગી સંપત્તિનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રાજસ્થાનના સાંસદ નીરજ ડાંગીના સવાલ પર આ જવાબ આપવામાં આવ્યો હતો. રાજ્યસભાના ચેરમેન એમ. વૈંકૈયા નાઇડુએ બુધવારે સાંસદોને સદનની કામગીરી કોઇ અવરોધ વગર ચાલી શકે તેની કાળજી લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે તેમનું આચરણ એવું હોવું જાેઇએ કે જેથી લોકોને ભારતના સંસદીય લોકતંત્રમાં ભરોસો જળવાઇ રહે. ચેરમેને ઉપલા સદનની બેઠક શરૂ થતાં જણાવ્યું હતું કે દેશના ૫૦૦૦ સાંસદો, વિધાયકો અને વિધાન પાર્ષદોએ આ ઐતિહાસિક વર્ષમાં સંકલ્પ લેવો જાેઇએ કે લોકોને આ લોકશાહીમાં ભરોસો જળવાઇ રહે જેને તેઓ પાછલા ૭૦ વર્ષથી મજબૂત કરી રહ્યા છે. પાછલા બે સત્ર દરમિયાન ઊહાપોહના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઇ હોવાનો ઉલ્લેખ કરતાં નાયડુએ જણાવ્યું હતું કે તેને લીધે વ્યથા થાય છે.


Share to

You may have missed