લક્ષ્મી નગર વિસ્તારમાં બદમાશો દ્વારા પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા કરાઈ

Share to


(ઠી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૩
દિલ્હીમાં અજાણ્યા હુમલાખોરોએ લક્ષ્મી નગર વિસ્તારમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક પ્રોપર્ટી ડીલરનું મોત થયું હતું. પ્રોપર્ટી ડીલરની હત્યા કોણે અને શા માટે કરી તે હજુ જાણી શકાયું નથી, જાેકે પોલીસ તપાસમાં લાગેલી છે. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, ‘રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા બદમાશોએ પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા કરી નાખી. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે.’ દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ગોળીબાર કરનારાઓની ધરપકડ કરવામાં આવશે. પરસ્પર અદાવતમાં બદમાશોએ ગોળીબાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં ઉજવણી દરમિયાન ફાયરિંગમાં ૧૫ વર્ષનો છોકરો ઘાયલ થયો હતો. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી અને બુધવારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસને ફતેહપુર બેરીમાં ફાયરિંગની ઘટનાની માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું છે કે આ ફાયરિંગમાં હરિયાણાના ફરીદાબાદના રહેવાસી વરુણ કુમાર નામના કિશોરને પગમાં ગોળી વાગી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ કિશોરને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે હરિયાણાના ભંડવારી ગામની રહેવાસી ગોલ્ડી હરસાના નામના વ્યક્તિએ હવામાં ગોળીબાર કર્યો હતો. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ બેનિતા મેરી જયકરે જણાવ્યું હતું કે આ સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


Share to