November 29, 2023

બજેટ ૨૦૨૨માં કઈ વસ્તુઓ થઈ મોંઘી તો કંઈ થઈ સસ્તી

Share to(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
નાણાપ્રધાન ર્નિમલા સિતારમણે અંદાજપત્રની રજૂઆત કરતા ઈમિટેશન જ્વેલરી મોંધી થશે તેમ જણાવ્યુ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના અંદાજપત્રનો આગામી પહેલી એપ્રિલ ૨૦૨૨થી અમલ થતા, ઈમિટેશન જ્વેલરી વર્તમાન ભાવની સરખામણીએ મોંધી થશે. ક્રિપ્ટો કરન્સીની આવક પર ૩૦ ટકા વેરો લાદવામાં આવશે. જેના કારણે ક્રિપ્ટો કરન્સીથી જે લોકો આવક મેળવે છે તેમણે આ બજેટની જાેગવાઈ લાગુ પડશે ત્યારથી તેમણે ક્રિપ્ટો કરન્સીથી જે કોઈ આવક થાય તેના પર ૩૦ ટકા વેરો ભરવો પડશે. આગામી નાણાકીય વર્ષનુ અંદાજપત્ર રજુ કરતા નાણાપ્રધાન ર્નિમલા સિતારમણે કરેલ કેટલીક જાેગવાઈઓને કારણે, કેટલીક ચીજવસ્તુઓ સસ્તી પણ થશે. જાણો કઈ કઈ વસ્તુઓ થશે વધુ સસ્તી. બજેટમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં ચામડાનો સામાન અને કપડાં સસ્તા થશે, દેશમાં અત્યારે ચામડાંની આયાત પર ઉંચી ડ્યૂટી લાગે છે જેના કારણે તેના ઉત્પાદનો મોંધા બને છે હવે ડ્યૂટીમાં ઘટાડો કરાંતા તે સસ્તાં થશે. આ સાથે ઇન્પોર્ટેડ કપડાંનો વપરાશ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ટ્યૂટી ઘટતાં તેની કિંમત પણ ઓછી થશે જેનો સીધા ફાયદો ગ્રાહકોને મળશે. દેશના કૃષિ ક્ષેત્રમા આધુનિકિકરણને વધી આગળ વધારવા માટે સરકાર નવી નવી યોજનાઓ લાવતી રહી છે. આમ છતાં હજુ કૃષિ યાંત્રિકરણમાં જાેઈએ તેટલો વિકાસ થઈ રહ્યો નથી. કૃષિમાં યાંત્રિકરણ વધારવા માટે આયાત કરાતાં કૃષિ સાધનો પરની ડ્યૂટીમાં વધાટો કરવામાં આવ્યો છે તેથી તેના ભાવમાં ઘટાડો થશે. આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાંતા ડાયમંડની જ્વેલરી સસ્તી થશે, રાજ્યમાં હીરા ઉદ્યોગ દ્વારા સરકારના વારંવાર રાહતો આપવાની રજૂઆતો કરાતી હતી. બજેટમાં ડાયમંડ જ્વેલરી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં તે સસ્તાં થશે. આભૂષણ તથા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઈલેકટ્રોનિક સામાન સસ્તો થશે. આ ઉપરાંત મોબાઈલ એસેસરીઝ અને મોબાઈલના સ્પેર પાર્ટ્‌સ સસ્તા થશે. મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટશે. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર અને કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે. આની શું અસર થશે? ડ્યુટીમાં ધટાડો થવાને કારણે ઘરેલુ મોબાઈલ ફોન ચાર્જર સસ્તા થશે. દેશમાં એસેમ્બલ થયેલા મોબાઈલ પણ સસ્તા હોઈ શકે છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે દેશમાં બનતી દવાઓને પ્રોત્સાહન આપવા માટે નાણાપ્રધાને આયાતી દવાઓ ઉપર વેરાભારણ લાદયુ છે. જેના કારણે આવનારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં આયાતી દવા સ્વદેશી દવાની સરખામણીએ વધુ મોંધી થશે. કેન્દ્ર સરકાર શરૂઆતથી જ મેક ઈન ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરતી યોજના અને વેરામાળખુ રચતી આવી છે. ભારતના છત્રી ઉત્પાદકોને રક્ષણ આપવાના ભાગરૂપે વિદેશથી આયાત કરાનાર છત્રીઓ મોંધી બનશે. નાણાપ્રધાને બજેટમાં કરેલી જાહેરાત મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના વર્ષમાં આયાતી છત્રીઓ મોંધી થશે.


Share to