November 21, 2024

નેત્રંગ તાલુકા ના મોટામાલપોર ગામે ૭૦ વર્ષ જુનુ જજૅરીત હનુમાજી મંદિર નો જીણોધાર થશે….

Share to

ડી એન એસ ન્યૂઝ 17-01-22 ભરૂચ

નેત્રંગ તાલુકા ના મોટામાલપોર ગામે ૭૦ વર્ષ જુનુ જજૅરીત થઇ ગઍલ હનુમાનજી મંદિર નો જીણોધાર કરવા માટે ગ્રામજનો એકત્ર થઇ નવુમંદિર બનાવવા માટે નો સંકલ્પ કરતા પંથક ભરના હનુમાન દાદા ભકતજનનો આનંદ નો માહોલ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ- રાજપારડી રોડ પર કુરી તેમજ અસનાવી ગામ થી અંદર ના ભાગે રેલવે લાઇન ને અડીને ૧૦૦ ટકા આદિવાસી વસતી ધરાવતુ વરધીયા ડુંગર પાસે આવેલ મોટામાલપોર ગામ ના નિશાળ ફળીયા વિસ્તાર મા ૭૦ વર્ષ પહેલા ગામના જ

આદિવાસી લોકો થકી હનુમાન દાદા ની મુઁતિ ની સ્થાપના કરી મંદિર નિમાઁણ કરવામા આવ્યુ હતુ. સદર મંદિર છેલ્લા ધણા વર્ષો થી જજૅરીત હાલત મા થઇ ગએલ હોય. જેનો જીણોધાર કરવા માટે ગામના યુવાનો દ્રારા નકકી કરવામા આવતા ગામ મા વસતા તમામ લોકોની એક બેઠક બોલાવામા આવી હતી. જેમા મોટી સંખ્યા મા લોકો એકત્ર થયા હતા. અને હનુમાનજીદાદા નુ ૭૦ વર્ષ જુનુ જજૅરીત મંદિર નો જીણોધાર કરી નવુ મંદિર બનાવવા માટે નો એક જ અવાજે સંકલ્પ કરવામા આવતા ગ્રામજનો સહિત પંથક ના હનુમાનદાદા ના ભાવિકભકતજનો મા આનંદ ની લાગણી ફરી વળી છે.

રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed